Showing posts with label નિલેષ પટેલ. Show all posts
Showing posts with label નિલેષ પટેલ. Show all posts

Wednesday, March 26, 2014

કેન્સરનો ખતરો ટાળે તેવો આહાર રોજ આરોગી રહો ચિંતામુક્ત

આપણે અનેકવાર વાંચ્યુ હશે કે સાંભળ્યુ હશે પૌષ્ટિક આહાર તેમજ લીલા શાકભાજી આપણા સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે અને આપણને અનેક પ્રકારની બીમારીઓથી બચાવે છે. પરંતુ જ્યારે વાત તેને ખાવાની આવે છે ત્યારે આપણું મોં બગડી જાય છે. આપણા સ્વાસ્થ્ય પ્રત્યેની આ બેદરકારી મોટાભાગે ગંભીર સમસ્યાઓને આમંત્રણ આપે છે. આપણે હંમેશા એ વાત ભુલી જતા હોઈએ છીએ કે આપણો આહાર જ આપણા સ્વાસ્થ્યનો આધાર છે. આપણે જે ખાઈએ છીએ તેનાથી જ આપણું સ્વાસ્થ્ય બને છે અને તેનાથી જ આપણે બીમારીઓનો ભોગ પણ બની શકીએ છીએ. જો વાત કેન્સરની કરીએ તો વિશ્વભરના લાખો લોકો એના કારણે મોતનો કોળીયો બની રહ્યા છે, પરંતુ કેટલાક આહાર એવા છે જેને આપણે આપણા ભોજનમાં સામેલ કરીએ તો આ બીમારીના ખતરાને ઓછો કરી શકીએ છીએ.

-બ્રોકલીમાં ફિટાકેમિકલ્સ ભરપુર માત્રામાં હોય છે
-ટમેટામાં લાઈકોપિન નામનું રસાયણ હોય છે
-લેક્ટિન કેન્સર કોશિકાઓને  વધતી અટકાવે છે
-ગાજરમાં બિટા કેરાટીન ભરપુર માત્રામાં મળી આવે છે


બ્રોકલી - બ્રોકલીમાં ફિટાકેમિકલ્સ ભરપુર માત્રામાં હોય છે
બ્રોકલી કેન્સરથી બચાવવામાં આપણી મદદ કરે છે. બ્રોકલીમાં ફિટાકેમિકલ્સ મોટી માત્રામાં હોય છે. જ્યારે તમે તેને ચાવો છો ત્યારે આ એન્જાઈમ્સ આપણા સિસ્ટમનો ભાગ બની જાય છે. આ હોર્મોન્સ કેન્સરથી બચાવવામાં ખુબ મદદરૂપ સાબિત થાય છે. જો કે માનવ શરીર કુદરતીરૂપે જ આ હોર્મોન્સનું નિર્માણ કરે છે, પરંતુ બ્રોકલી જ્યારે તેનો સ્ત્રાવ કરે છે, ત્યારે તે સક્રિય બની જાય છે. અનેક શોધ બાદ એ વાત સાબિત થઈ ચુકી છે કે બ્રોકલી શરીરમાં કેન્સર કોશિકાઓનું નિર્માણ થતું અટકાવે છએ. બ્રોકલીમાં રહેલુ તત્વ શરીરને ડિટોક્સીફાઈ કરવામાં મદદ કરે છે. તેનાથી શરીરમાં રહેલા ઝેરી પદાર્થોને બહાર ફેંકી દે છે. તેનાથી આપણે ખરાબ બેક્ટેરીયાથી પણ બચી શકીએ છીએ.

ટમેટા - ટમેટામાં લાઈકોપિન નામનું રસાયણ હોય છે
લાલ-લાલ ટમેટા ભોજનનો સ્વાદ તો વધારે જ છે તેની સાથે સાથે આપણા શરીરને અનેક ખતરનાક બીમારીઓથી પણ બચાવવામાં મદદ કરે છે. ટમેટામાં લાઈકોપિન નામનું રસાયણ હોય છે. આ કેમિકલ કેન્સર સામે લડવાનું એક અસરકારક હથિયાર છે. અનેક શોધોથી એ સાબિત થઈ ચુક્યુ છે કે લાઈકોપિન અનેક પ્રકારના કેન્સરને વધતા રોકવામાં મદદ કરે છે. તેમાં પણ સ્તન કેન્સર, ફેફસાનું કેન્સર અને અન્ય અનેક કેન્સરને રોકવામાં તે મદદરૂપ બને છે. શોધ એ પણ દર્શાવે છે કે લાઈકોપિન કેન્સર કોશિકાઓના હુમલાઓથી શરીરની સ્વસ્થ કોશિકાઓને બચાવે છે, જેનાથી કેન્સરને ફેલાતુ રોકી શકાય છે. તેની સાથે તે આપણી રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો કરે છે.

લસણ - લેક્ટિન કેન્સર કોશિકાઓને  વધતી અટકાવે છે
લસણની દુર્ગંધ ભલે પસંદ ન હોય પરંતુ કેન્સરથી બચવા માટે તે ખુબ મદદરૂપ ઔષધિ મનાય છે. જો કોઈને પહેલાથી જ કેન્સર હોય તો તેને લસણનું સેવન કરવું જોઈએ. લસણનું સેવન કરવાથી કેન્સરની કોશિકાઓ ઝડપથી નાબુદ થાય છે અને ડીએનએ જલદી રિપેર થાય છે. લસણમાં એચ. પાઈલોરી સહિત અન્ય બેક્ટેરીયા સામે લડનાર એન્ટી ઓક્સિડેન્ટ ગુણ હોય છે, જે અલ્સર તેમજ કેન્સરને રોકવામાં કારણરૂપ બને છે. લસણનો પુરો ફાયદો મેળવવા માટે લસણની કેટલીક કળીઓ લઈ તેને 15-20 મિનીટ ખુલ્લી રાખી મુકો. આવુ કરવાથી સલ્ફરવાળા એન્જાઈમ સક્રિય અને યૌગિક મુક્ત થઈ જશે. લસણ કેન્સરના ખતરાને રોકવા કે ઓછો કરવા માટે ‘એલીઅમ’ પરિવારમાં સૌથી ઉપર આવે છે.

મશરૂમ
મશરૂમ એક પૌષ્ટિક તેમજ સ્વાદિષ્ટ શાકભાજી છે. તેનું સેવન કેન્સરથી બચાવે છે અને પ્રતિરક્ષા પ્રણાલીને પણ મજબૂત કરે છે. મશરૂમમાં બીટા-ગ્લુકણ મળી આવે છે.સાથે જ તેમાં લેક્ટિન નામનું પ્રોટીન પણ હોય છે. પરંતુ કેન્સર કોશિકાઓ પર હુમલો કરે છે અને તેને આગળ વધતુ રોકે છે. મશરૂમ શરીરમાં ઈન્ટરફેરોનના ઉત્પાદનને પ્રોત્સાહિત કરી શકે છે.

આદુ
આદુમાં મળતા એન્ટી ઓક્સિડેન્ટ્સ કેન્સરની કોશિકાઓ સામે લડવામાં મદદ કરે છે. નિયમિત રીતે આદુ ખાવાથી કેન્સર થવાની શક્યતા ખુબ ઓછી થઈ જાય છે. આ સિવાય આદુ કોલેસ્ટેરોલના સ્તરને ઓછુ કરે છે. તે લોહીમાં ગઠ્ઠા જામતા અટકાવે છે. આમાં એન્ટીફંગલ અને કેન્સર પ્રતિરોધી ગુણ પણ હોય છે.

ગાજર - ગાજરમાં બિટા કેરાટીન ભરપુર માત્રામાં મળી આવે છે
ગાજર સ્વાદની સાથે સ્વાસ્થ્યના ગુણોથી ભરપુર શાકભાજી છે. તેના સેવનથી કેન્સર જેવા રોગોથી બચવામાં મદદ મળે છે. ગાજરમાં બીમારી સામે લડનારા પોષક તત્વો અને એન્ટી ઓક્સિડેન્ટ જેવા કે બીટા કેરાટીન વગેરે ભરપુર માત્રામાં હોય છે. જે કોશિકાઓને ક્ષતિગ્રસત્ થતી અટકાવી કેન્સરની કોશિકાઓના વિકાસને અવરોધે છે. આ સંદર્ભમાં ન્યુકેસલ યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ સધર્ન ડેનમાર્કના વૈજ્ઞાનિકોને એક શોધમાં જાણવા મળ્યુ કે ગાજરમાં કુદરતી જંતુનાશક ફેલકેરિનાલ નામનું તત્વ હોય છે, જે મનુષ્યો માટે લાભકારક છે. સંશોધનકર્તાઓએ તારકવ્યુ કે ફેલકેરિનાલ કેન્સરની સંભાવનાને 33 ટકા ઓછી કરવામાં મદદરૂપ થઈ શકે છે.

સ્ટ્રોબેરી
ખાટી મીઠી અને રસીલી સ્ટ્રોબેરી અનેક બીમારીઓમાં સ્વાદિષ્ટ દવાનું પણ કામ કરે છે. સ્ટ્રોબેરી વિટામીન-સીથી ભરપુર હોય છે. તેને ખાવાથી ન માત્ર બ્લડપ્રેશર ઓછુ થાય છે પરંતુ ઈમ્યુન સિસ્ટમ પણ મજબુત બને છે. આમાં હાજર ફિનોલ્સની પુરતી માત્રા તેને એન્ટી ઓક્સિડેન્ટ અને એન્ટી ઈન્ફ્લામેન્ટ્રી ગુણોથી ભરપુર બનાવે છે. જેના કારણે આ એક એન્ટી કેન્સર એજન્ટની માફક પણ કામ કરે છે.

હાલમાં જ થયેલી એક શોધમાં જાણવા મળ્યુ છે કે બેરી એક્સટ્રેક્ટ, ખાસ કરીને કાળી રાસ્પબેરી અને સ્ટ્રોબેરી પેટના કેન્સરની કોશિકાઓને અટકાવવામાં વધુ શક્તિશાળી છે. કેટલાક અન્ય સંશોધનકર્તાઓએ હાર્ટની બીમારી અને યાદશક્તિ નબળી પડવા સામે રક્ષણ કરવામાં બેરી ફળની ક્ષમતા હોવાનું કહ્યુ છે. સ્ટ્રોબેરીમાં અનેક એન્ટી ઓક્સિડેન્ટ છે જેમ કે એલજિક એસિડ અને વિટામીન સી વગેરે. એલેજિક એસિડના ગુણોની તપાસ કરતા જાણવા મળ્યુ હતુ કે સ્ટ્રોબેરીથી શરીરમાં કેન્સરના કારણે બનનારા પદાર્થોને નષ્ટ કરવાની ક્ષમતા હોય છે.

આ સિવાય એસિયા બેરી એન્ટી-ઓક્સિડેન્ટ ગુણોથી ભરેલી હોય છે. આ બેરી કેન્સર સિવાય બીજા અનેક રોગોમાં પ્રતિરોધનું કામ કરે છે. આ બેરીમાં સફરજન કરતા 11 ગણા વધારે એન્ટી ઓક્સિડેન્ટ મળે છે. તો ફ્રેશ વેજિટેબલ્સ, બીન્સ, મસુરની દાળ, વટાણા અને ઈંડા કરતા ઘણી વધારે માત્રામાં તેમાંથી વિટામીન્સ મળે છે. તે ક્ષતિગ્રસ્ત સેલ્સને રિપેર કરવામાં મદદરૂપ સાબિત થાય છે અને કેન્સરથી પણ બચાવે છે.


Tuesday, March 25, 2014

મા બાપને ભૂલશો નહિ - પિતાનું આપણાં જીવનમાં કેટલું મહત્વ ?

"માતા ઘરનું માંગલ્ય હોય છે, તો પિતા ઘર નું અસ્તિત્વ હોય છે."
પણ ઘરના આ અસ્તિત્વને આપણે  ક્યારેય સમજવાનો પ્રયત્ન કર્યો છે ખરો ?  પિતાનું મહત્વ હોવા છતાં પણ તેના વિષે વધુ લખવામાં નથી આવતું  કે નથી બોલવા માં આવતું. કોઈપણ વ્યાખ્યાનકાર માતા વિષે બોલ્યા કરે છે,  સંત મહાત્માઓ પણ માતાના મહત્વ વિશેજ વધારે કહે  છે, દેવ-દેવીઓએ પણ માતાના જ ગુણગાન ગયા છે.  લેખકો-કવિઓ એ પણ માતાના ખુબ વખાણ કર્યાં છે.  

સારી વસ્તુ ને માતાની જ ઉપમા આપવામાં આવે છે. પણ ક્યાય પિતા વિષે બોલાતું   નથી. કેટલાક લોકોએ પિતાની કલ્પના ને કલમની ભાષામાં મૂકી છે પણ તે ઉગ્ર, વ્યસની અને મારઝૂડ કરનારા જ હોયછે.  આવા પિતાઓ સમાજમાં એકાદ-બે ટકા હશેજ પણ સારા પિતાઓ વિષે શું લખાયું છે ?

માતા પાસે આંસુનો દરિયો હોય છે પણ પિતા પાસે સંયમની દીવાલ હોય છે. માતા રડીને છૂટી થઇ જાય છે પણ સાંત્વન આપવાનું કામ તો પિતાએજ કરવું પડે છે. અને રડવા કરતા સાંત્વન આપવામાં વધુ મહેનત કરવી પડે છે કારણકે દીવા કરતા દીવી વધારે ગરમ હોય છે ને ! પણ શ્રેય તો હમેશા દીવાનેજ મળે છે. રોજ આપણને સગવડ કરી આપનારી માતા યાદ રહે છે. પણ જીવનની આજીવિકાની વ્યવસ્થા કરનારા પિતાને આપણે કેટલી સહજતા થી ભૂલી જઈએ છીએ ?

બધાની સામે મોકળા મને માતા રડી શકે છે પણ રાત્રે તકીયામાં મોઢું છુપાવીને ડુસકા ભરે છે તે પિતા હોય છે. માતા રડે છે પણ પિતાને તો રડી પણ શકાતું   નથી. પોતાના પિતા મૃત્યુ પામે છતાં આપણાં પિતા રડી શકતા નથી,  કારણકે નાના ભાઈ બહેનો ને સાચવવાના હોયછે,  પોતાની માતા મૃત્યુ પામેતોપણ પિતા રડી શકતા નથી. કારણકે બહેન ને આધાર આપવાનો હોય છે. પત્ની અડધે રસ્તે સાથ છોડી ને જતી રહે તો બાળકોના આંસુ લૂછવાનું કામ પણ પિતા એજ કરવાનું હોય છે.

જીજાબાઇ  એ  શિવાજી  ને  ઘડ્યા એમ ચોક્કસ પણે કહેવું જોઈએ પણ તે સમયે શાહજી રાજાએ કરેલી મહેનત ને પણ ધ્યાનમાં લેવી જોઈએ.

દેવકી-યશોદા ના કાર્યની પ્રશંશા અવશ્ય કરીએ પણ નદીના પુરમાંથી મધરાતે માથા ઉપર બાળકને સુરક્ષિત પણે લઇ જનારા વાસુદેવને પણ મહત્વ   આપીએ.  રામ એ કૌશલ્યાના પુત્ર અવશ્ય  છે પણ પુત્ર વિયોગથી તરફડીને મૃત્યુ પામ્યા તે પિતા દશરથ હતા.

પિતાના ઠેકઠેકાણે સંધાયેલા જોડા જોઈએ તો તેમનો પ્રેમ નજરે ચડે. તેમનું ફાટેલું ગંજી જોઈએ તો સમજાય કે " આપણાંનસીબના કાણા તેના ગંજીમાં પડ્યા છે    ".  તેમનો દાઢી વધેલો ચહેરો તેમની કરકસર દેખાડે છે.  દીકરા દીકરી નેનવા જીન્સ લઇ આપશે પણ પોતે તો જુનો લેંઘોજ  વાપરશે. સંતાનો ૧૦૦/૨૦૦ રૂપિયા પાર્લર કે સલુન માં જઈને બીલ કરશે પણ તેમનાજ ઘરના પિતા દાઢીનો સાબુ ખલાશ થઇ ગયો  હશે તો ન્હાવાના સાબુથી દાઢી કરી લેશે. ઘણીવાર તો ખાલી પાણી લગાડી નેજ દાઢી કરી લેતાં હોય છે.

પિતા માંદા પડે ત્યારે તરતજ  દવાખાને  જતા નથી. તે માંદગીથી ડરતા નથી પણ જો ડોક્ટર એકાદ મહિનો આરામ કરવાનું કહી દેશે તો શું કરવું તેનો ડર લાગે છે.  કારણકે દીકરીના લગ્ન અને દીકરાનું શિક્ષણ બાકી હોય છે.  ઘરમાં આવકનું બીજું કોઈપણ સાધન હોતું નથી.

પહોચ  હોય કે નહોય પણ દીકરાને એન્જીનીયરીંગ કે મેડીકલમાં પ્રવેશ અપાવે છે.  ખેંચ ભોગવીને પણ  બાળક ને  નિયમિત  હોસ્ટેલમાં પૈસા મોકલે છે, પણ કેટલાક દીકરાઓ જે તારીખે પૈસા મળે તેજ તારીખે પરમીટરૂમ  માં પાર્ટીઓ આપે છે  અને જે પિતાએ પૈસા મોકલ્યા હોય તેનીજ મજાક ઉડાડે છે.

પિતા ઘરનું અસ્તિત્વ હોય છે. જે ઘરમાં પિતા હોય છે,તે ઘર તરફ કોઈપણ ઉંચી આંખ કરીને જોઈ શકતું નથી. કારણકે ઘરના કર્તાહર્તા જીવંત   છે. જો તેઓ કંઈ   પણ કરતા    ન હોય તોપણ મહત્વના કર્તાહર્તા તરીકેના પદ ઉપર હોય છે. અને ઘરના કામ જુવે છે, સંભાળે છે.

માતા હોવી અથવા તો માતા હોવાના સત્યને પિતાને લીધેજ અર્થ મળે છે એટલેકે પિતા હોયતોજ માતાનું અસ્તિત્વ શક્ય હોય છે. કોઈપણ પરીક્ષા નું પરિણામ આવે ત્યારે માતાજ સહુથી નજીકની લાગે કારણકે બાજુમાં લે છે, વખાણ કરે છે, આશિષ આપે છે, પણ ગુપચુપ જઈને પેંડા પડીકા લાવનારા પિતા કોઈના ધ્યાનમાં રહેતા નથી.

બાળક આવવાનું હોય તેવી સુવાવડી સ્ત્રીનું ખુબ મહત્વ હોય છે પણ હોસ્પીટલની લોબીમાં અસ્વસ્થ થઈને આમ થી તેમ આંટા મારનારા એ આવનારા બાળકના પિતાની કોઈ નોંધ લેતું નથી.

દાઝી ગયા, ઠેશ લાગી કે માર વાગ્યો કે  તરતજ "ઓં માં"  આ શબ્દો મોઢા માંથી બ્હાર પડેછે પણ રસ્તો ઓળંગતા એકાદ ટ્રક નજીક આવીને જોરથી બ્રેક મારેતો  "બાપ રે" આજ શબ્દ બ્હાર પડે છે. નાના સંકટો માટે ચાલે પણ મોટી સમસ્યાઓ ના વાદ્ળો ઘેરાય ત્યારે પિતાજ યાદ આવે.

કોઈપણ સારા પ્રસંગે ઘરની દરેક વ્યક્તિ જતી હોય છે,પણ મરણ ના પ્રસંગે પિતાએજ જવું પડે છે. પિતા શ્રીમંત સાસરું ધરાવતી દીકરીને ત્યાં બહુ જશે નહિ પણ દીકરી ગરીબ ઘરમાં આપી હશે તો ભલે ઉભા ઉભા ખબર કાઢવા જવું પડે, તે ચોક્કસ દીકરીના ઘરના ચક્કર કાપશે. યુવાન દીકરો ઘરે મોડો આવે ત્યારે પિતાજ તેની રાહ જોઇને મધરાત સુધી ઉજાગરો કરતા હોય છે.

દીકરા ની નોકરી માટે સાહેબ સામે લાચાર થનારા   પિતા, દીકરીને પરણાવવા માટે ઠેક ઠેકાણે મુરતિયા જોવા ઉંબરા ઘસતા પિતા, ઘરના લોકો માટે પોતાની વ્યથા અને જરૂરતને કોરાણે મૂકી દેતા પિતા કેટલા ગ્રેટ હોય છે ખરુંને ?

પિતાનું મહત્વ કોને સમજાય છે ?

બાળપણમાંજ જો પિતા ગુજરી જાય તો અનેક જવાબદારીઓ ખુબ નાની ઉમરમાં સંભાળવી પડે છે. તેને એકએક વસ્તુ માટે તરસવું પડે છે. તે પિતાનું મહત્વ ખરા અર્થમાં સમજી શકે છે.

Great Line Must Read this

એક વાર એક ગરીબ છોકરો એક અમીર છોકરીને પ્રેમ કરતો હતો. એકવાર છોકરાએ પ્રપોઝ કર્યું.

છોકરી : અરે સંભાળ! તારી એક મહિનાની સેલરી જેટલો તો મારો એક દિવસનો ખર્ચો છે. શું હું તારી સાથે પ્રેમ કરું ક્યારેય? કદી નહિ! તું આવું વિચારી પણ કેવી રીતે શકે. મને ભૂલીજા અને તારા લેવલની કોઈને પકડી લે. પરંતુ છોકરાને સાચા દિલથી પ્રેમહતો એટલે તે તેણીને ભૂલીન શક્યો. 
દસ વર્ષ પછી.
=======

એક શોપિંગમોલમાં બંને સાથે મળી ગયા.
છોકરી : અરે તું? કેમ છે તને? મારા તો લગ્ન થઈ ગયા છે મારો પતિતો બહુ જ પૈસાદાર છે, મહિનાનો ૨ લાખનો પગારદાર છે, અને તે સ્માર્ટ પણ તેટલો જ છે.

આ શબ્દો સંભાળીને પેલા છોકરાની આંખમાં આસું આવી ગયા. થોડી ક્ષણો બાદ પેલી છોકરીનો પતિ આવ્યો, અને પેલા છોકરાને જોઈને બોલ્યો, “ અરે સર! તમે અહિયા!

આ મારી પત્ની છે. પછી તે તેણીની પત્નીને કહેવા લાગ્યો, “ હું આ સરના પ્રોજેક્ટ પર જ કામ કરું છું. જે ૨૦૦ કરોડનો છે.

તું સર વિષે એક વાત જાણે છે? સર એક છોકરીના પ્રેમમાં હતા. પરંતુ પેલી છોકરીએ બીજા સાથે લગ્ન કરી લીધા. પણ સરની કેટલી મહાનતા કેવાય કે તેણે હજુ સુધી લગ્ન નથી કર્યા.

:(તેના પતિએ કહ્યું....
પેલી છોકરીના ભાગ્ય જ ફૂટલાં હશે! નહિ તો આ જમાનામાં આવો સાચો પ્રેમ કોણ કરે છે

Monday, March 24, 2014

ગુજરાતી કેહવતો

૧. બોલે તેના બોર વહેચાય

૨. ના બોલવામાં નવ ગુણ

૩. ઉજ્જડ ગામમાં ઍરંડો પ્રધાન

૪. ડાહ્યી સાસરે ન જાય અને ગાંડીને શીખામણ આપે

૫. સંપ ત્યાં જંપ

૬. બકરું કઢતા ઉંટ પેઠું

૭.રાજા, વાજા અને વાંદરાં ત્રણેય સરખાં

૮. સિધ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય

૯. બગલમાં છરી અને ગામમાં ઢંઢેરો

૧૦. લૂલી વાસીદુ વાળે અને સાત જણને કામે લગાડે

૧૧. અધૂરો ઘડો છલકાય ઘણો

૧૨. ખાલી ચણો વાગે ઘણો

૧૩. પારકી મા જ કાન વિંધે

૧૪. જ્યાં ન પહોચે રવિ, ત્યાં પહોંચે કવિ અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં
પહોંચે અનુભવી

૧૫. ટીંપે ટીંપે સરોવર ભરાય

૧૬. દૂરથી ડુંગર રળિયામણાં

૧૭. લોભી હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે

૧૮. શેરને માથે સવાશેર

૧૯. શેઠની શીખામણ જાંપા સુધી

૨૦. હિરો ગોગે જઈને આવ્યો અને ડેલીએ હાથ દઈને પાછો આવ્યો

૨૧. વડ જેવા ટેટા ને બાપ જેવા બેટાં

૨૨. પાડાનાં વાંકે પખાલીને ડામ

૨૩. રામ રાખે તેને કોણ ચાખે

૨૪. ઊંટના અઢાર વાંકા

૨૫. ઝાઝા હાથ રળીયામણાં

૨૬. કીડીને કણ ને હાથીને મણ

૨૭. સંગર્યો સાપ પણ કામનો

૨૮. ખોદ્યો ડુંગર, નીકળ્યો ઉંદર

૨૯. નાચ ન જાને આંગન ટેઢા

૩૦. ઝાઝી કીડીઓ સાપને તાણે

૩૧. ચેતતા નર સદા સુખી

૩૨. સો દાહ્ડાં સાસુના એક દા'હ્ડો વહુનો

૩૩. વાડ થઈને ચીભડાં ગળે

૩૪. ઉતાવળે આંબા ન પાકે

૩૫. સાપ ગયા અને લીસોટા રહી ગયા

૩૬. મોરનાં ઈંડા ચીતરવા ન પડે

૩૭. પાકા ઘડે કાંઠા ન ચડે

૩૮. કાશીમાં પણ કાગડા તો કાળા જ

૩૯. કૂતરાની પૂંછડી જમીનમાં દટો તો પણ વાંકી ને વાંકી જ

૪૦. પુત્રનાં લક્ષણ પારણાં માં અને વહુનાં લક્ષણ બારણાં
માં

૪૧. દુકાળમાં અધિક માસ

૪૨. એક સાંધતા તેર તૂટે

૪૩. કામ કરે તે કાલા, વાત કરે તે વ્હાલાં

૪૪. મા તે મા, બીજા વગડાનાં વા

૪૫. ધીરજનાં ફળ મીઠાં

૪૬. માણ્યુ તેનું સ્મરણ પણ લહાણું

૪૭. કૂવામાં હોય તો હવાડામાં આવે

૪૮. સો સોનાર કી એક લૂહાર કી

૪૯. રાજા ને ગમે તે રાણી

૫૦. કાગનું બેસવુ અને ડાળનું પડવું

૫૧. આમદની અટ્ટની ખર્ચા રૂપૈયા

૫૨. ગાંડાના ગામ ન હોય

૫૩. સુકા ભેગુ લીલુ બળે

૫૪. બાવાનાં બેવુ બગડે

૫૫. લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે કપાળ ધોવા ન જવાય

૫૬. વાવો તેવું લણો

૫૭. શેતાનું નામ લીધુ શેતાન હાજર

૫૮. વખાણેલી ખીચડી દાઢે વળગી

૫૯. દશેરાનાં દિવસે ઘોડા ન દોડે

૬૦. સંગ તેવો રંગ

૬૧. બાંધી મુઠી લાખની

૬૨. લાખ મળ્યાં નહિ અને લખેશ્રી થયા નહિ

૬૩. નાણાં વગરનો નાથીયો ,નાણે નાથા લાલ

૬૪. લાલો લાભ વિના ન લૂટે

૬૫. હિમ્મતે મર્દા તો મદદે ખુદા

૬૬. પૈ ની પેદાશ નહી અને ઘડીની નવરાશ નહી

૬૭. છાશ લેવા જવુ અને દોહણી સંતાડવી

૬૮. ધોબીનો કૂતરો ન ઘર નો , ન ઘાટનો

૬૯. ધરમની ગાયનાં દાંત ન જોવાય

૭૦. હાથી જીવતો લાખનો , મરે તો સવા લાખનો

૭૧. સીધુ જાય અને યજમાન રીસાય

૭૨. વર મરો, કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો

૭૩. હસે તેનું ઘર વસે

૭૪. બેગાની શાદીમેં અબ્દુલ્લા દિવાના

૭૫. ફરે તે ચરે, બાંધ્યા ભૂખ્યા મરે

૭૬. ભેંસ આગળ ભાગવત

૭૭. ઘરનાં છોકરાં ઘંટી ચાટે ને પાડોશીને આંટો

૭૮. રાત થોડી ને વેશ ઝાઝા

૭૯. ના મામા કરતાં કાણો મામો સારો

૮૦. ભેંસ ભાગોળે અને છાશ છાગોળે

૮૧. મન હોય તો માંડવે જવાય

૮૨. અણી ચૂક્યો સો વર્ષ જીવે

૮૩. પારકી આશ સદા નીરાશ

૮૪. ઘરકી મૂર્ઘી દાલ બરાબર

૮૫. બાર વર્ષે બાવો બાલ્યો

૮૬. પહેલુ સુખ તે જાતે નર્યા

૮૭. ભાવતુ હતુ ને વૈદે કીધુ

૮૮. જેને કોઇ ન પહોંચે તેને તેનુ પેટ પહોંચે

૮૯. નામ મોટા દર્શન ખોટા

૯૦. લાતો ના ભૂત વાતોથી ન માને

૯૧. ગા વાળે તે ગોવાળ

૯૨. બાંધે એની તલવાર

૯૩. ઘેર ઘેર માટીનાં ચૂલા

૯૪. ઝાઝા ગુમડે ઝાઝી