Monday, February 24, 2014

તમારા પ્રશ્નોનું નિરાકરણ – ભગવાન તરફથી

ભાઈશ્રી/બહેનશ્રી,

હું ભગવાન –

આજે તમને બે શબ્દો લખવા માંગું છું. ધ્યાનથી વાંચજો. આજે તમારી જિંદગીના બધા જ પ્રશ્નોનું નિરાકરણ કરી શકાય તેવો રસ્તો તમને બતાવવાનો છું. એટલું યાદ રાખજો મારે તમારી મદદથી કોઈ પણ જગ્યાએ જરૂર પડવાની નથી. હું તમારી પાસે સીધો આવવાનો પણ નથી. તમારે ફક્ત નીચેના મુદ્દાઓ યાદ રાખવાના છે અને એ મુજબ પાલન કરવાનો પ્રયત્ન કરવાનો છે :

[1] જિંદગી તરફથી એવી કોઈ સમસ્યા ઊભી થાય કે જે તમારાથી હલ ન થઈ શકે તો એને મારા નામની પ્રાર્થનાના પોસ્ટબૉક્સમાં મૂકી દેવી. એના ઉપર – ભગવાનને માટે – એવું અવશ્ય લખવું. એક વખત આ બૉક્સમાં સમસ્યા મૂક્યા પછી વારંવાર એને બહાર કાઢીને તપાસ્યા ન કરવું. એનું નિરાકરણ ચોક્કસ થશે, પણ હા ! મારા સમયે, તમારા સમયે નહીં !

[2] તમે ધંધાની કોઈ આફતમાં ઘેરાઈ જાવ તો મૂંઝવણ ન અનુભવશો. ફકત એવા માણસોને યાદ કરજો કે જેની પાસે ધંધો જ નથી.

[3] ટ્રાફિકમાં ક્યારેય પણ ફસાવ તો અધીરા ન થશો, એવા લોકોને યાદ કરજો કે જેને માટે કાર ચલાવવી એ એક પરીકથાની વસ્તુ જેવું હોય.

[4] તમારા શેઠ કે સાહેબ તમને ક્યારેક ખિજાય તો એવા માણસોનો વિચાર કરજો કે જેમના નસીબમાં કામ કે નોકરીમાં કામ કે નોકરી લખાયા જ ન હોય. જે સાવ બેકાર હોય.

[5] તમારો એકાદ રવિવાર કે રજા ખરાબ જાય તો દુ:ખી થવાને બદલે એવા લોકોનું સ્મરણ કરી લેજો કે જેને કુટુંબનું પેટ ભરવા માટે રોજેરોજ કપરી મજૂરી કરવી પડતી હોય. જેનો એક પણ રવિવાર રજાનો દિવસ જ ન હોય.

[6] ક્યારેક વાહન વગર ચાલવાનું થાય તો અફસોસના બદલે બંને પગે જેને પૅરાલિસિસ કે લકવો થયો હોય તેવી વ્યક્તિને યાદ કરજો. એમને એકાદ ડગલું પણ ચાલવા મળે તો એ લોકો કેટલો આનંદ પામે એનો વિચાર કરજો.

[7] તમારી જિંદગીએ તમને શું આપ્યું છે એવો વિચાર કદીકેય આવે તો એવા લોકોને યાદ કરજો જે તમારા જેટલી ઉંમરે પહોંચ્યા જ ન હોય. એ પહેલાં જ જેને મૃત્યુ આંબી ગયું હોય.

[8] કોઈ તમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે, તમારું અપમાન કરે, તમને નુકશાન પહોંચાડે તોપણ ખુશ એ વાતથી થજો કે તમે એ વ્યક્તિ નથી !

[9] કોઈ દિવસ અરીસામાં એકાદ સફેદ વાળ જોઈ જાવ તો કૅન્સરથી પીડાતાં નાનાં બાળકો કે નાની ઉંમરની વ્યક્તિઓને યાદ કરજો કે જે પોતાને વાળ હોય તેવી આશા રાખતાં હોય.

     અને છેલ્લે….

હું તમારા પ્રશ્નોનું નિરાકરણ કરીશ જ, વિશ્વાસ રાખજો પણ ત્યાં સુધીમાં જો તમને આ બાબતો ગમી હોય તો તમારા મિત્રોને સગાંવહાલાંને મોકલજો અને એમનો દિવસ પણ સુધારજો અને એ લોકો પણ નિશ્ચિંત થઈ જાય તેવું કરજો.

 એ જ લિ,
 ભગવાનની આશિષ.

Wednesday, January 22, 2014

Bajarangdas Bapa Bagdana

ભાવનગરથી 85 કિ.મી.ના અંતરે આવેલું સુપ્રસિદ્ધ તીર્થસ્થાન બગદાણા ખાતે પૂ. બજરંગદાસ બાપાનું મંદિર યાત્રાધામ બન્યું છે. અહીં વર્ષભર શ્રધ્ધાળુઓનો જમેલો રહે છે. ગુરુપૂર્ણિમા ઉત્સવ પ્રસંગે અહીં લાખોની મેદની ઉમટે છે. પ્રાત:કાળે ગુરુપૂજન અને દિવસભર શ્રધ્ધાળુઓની ભીડ રહે છે. અહીં યાત્રિકો માટે ચોવીસ કલાક ભોજન વ્યવસ્થા છે. બજરંગદાસ બાપાની ચાંદીની પ્રતિમા અને આશ્રમ પરિસરમાં શિવાલય દર્શનીય છે. 

બગદાણા ઘણા લોકો માટે શ્રદ્ધા અને વિશ્વાસની જગ્યા છે. મોટું નગર હોય કે નાનુ ગામ પણ બાપા સીતારામની મઢુલી તો બધે અચૂક જોવા મળે છે. લગભગ 100 વર્ષ પહેલા બાપા બજરંગ દાસનો જન્મ ઝાંઝરીયા હનુમાનની જગ્યામાં થયો હતો.

આ ગામ બજરંગદાસબાપાનું બગદાણા પણ કહેવાય છે. આ ગામ પાસે બગડાલવ ઋષિનો બગડાલવ નામનો કુંડ છે. અહીં બગડ નદી વહે છે. જયાં ત્રિવેણી સંગમ થાય છે. તેની પાસે બગડેશ્વર મહાદેવ નામે સુંદર શિવાલય પણ આવેલું છે.

કુદરતી સૌંદર્યથી ભરપુર બગદાણા ગામામાં બજરંગદાસબાપાનો સુંદર આશ્રમ આવેલ છે. પહેલાં આ સ્થળે બજરંગદાસબાપાની ઝુંપડી આવેલી હતી. અત્યારે એ જ સ્થળે મોટો આશ્રમ આવેલો છે. જે ગુરૂ આશ્રમ તરીકે જગવિખ્યાત છે. બાપાએ ભુખ્યાને ભોજન મળી રહે તે માટે અન્નક્ષેત્ર ચાલુ કર્યું હતું જે આજે પણ ચાલુ જ છે. આ આશ્રમમાં વર્ષમાં બે મોટા ઉત્સવો ઉજવવામાં આવે છે. જેમાં એક બજરંગદાસબાપાની પુણ્યતિથિ, જે પોષ વદ ૪નાં દિવસે અને બીજો ઉત્સવ અષાઢ સુદ ૧૫ એટલે કે ગુરુ પૂર્ણિમાનાં દિવસે ધામધુમથી ઉજવાય છે. આમ તો ગમે ત્યારે દર્શનાર્થીઓ અહીં આવે છે પરંતુ આ બે દિવસે અહીં દૂર દૂરથી ભાવિક ભક્તો અહીં ઉમટી પડે છે. આ દિવસે મોટા મેળાઓનું આયોજન થાય છે અને લાખો ભક્તો આવે છે. અહીં આશ્રમનો વહીવટ ટ્રસ્ટ દ્વારા થાય છે.

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામમાં ઘણાં વર્ષો પહેલાં એક સંત થઈ ગયા હતા. એમનું નામ બજરંગદાસ બાપા હતું. બગદ નદીને કાંઠે આ બગદાણા ગામ આવેલું છે. ગામમાં ઓછી વસ્તી છે છતાં પણ ગામ ઘણું રૂડું છે. બગદાણા ગામનું નામ સાંભળે એટલે ભક્તો રાજીના રેડ થઈ જાય. બજરંગદાસ બાપાએ આ બગદાણા ગામમાં સમાધિ લીધી હતી. સંતભૂમિ સૌરાષ્ટ્રની અને એમાં બગદાણા ગામ બાપા બજરંગદાસ બિરાજતા અને સીતારામ સીતારામ રટતા.

જે દિવસે બાપાએ સમાધિ લીધી હતી એ દિવસે બગદ નદીના નીર પણ થંભી ગયા હતા. પવન પણ થંભી ગયો હતો અને બાપાના બગીચામાં રહેનારા પશુ-પંખી એ દિવસે બોલ્યાં પણ ન હતા. જગત જેના નામના જાપ કરે છે એવા સમરક સંત જેનું નામ લઈએ તો ત્યાં મસ્ત ઝૂકી જાય છે.

કેવી રીતે પહોંચવું : 

બગદાણા જવા માટે અમદાવાદથી સીધી એસ.ટી. બસ મળે છે તેમજ ભાવનગર અને તળાજા વગેરે સ્થળેથી પણ બસની સગવડ છે. બગદાણા ધામમાં દર પૂનમે મેળો પણ ભરાય છે. 
બગદાણા ધામમાં બીજા મંદિરો પણ જોવા જેવા છે જેમ કે બજરંગદાસ બાપાનું મંદિર, બગદેશ્વર મહાદેવ મંદિર, બાપાનું સમાધિ મંદિર, ગાડી મંદિર, બગદ નદી. અહીં એવી પણ માન્યતા છે કે બાપા ભક્તોની માનતા પૂરી કરે છે અને અહીં આવવાથી તમારા ભવનો ફેરો પલટાઈ જશે.

Wednesday, October 30, 2013

Memories of Sardar Patel



Tags : Nilesh Patel, memories of sardar patel, sardar patel, sardar patel yuva botter, nilesh patidar,

Friday, October 25, 2013

Rules of Bill Gates in Gujarati


Tags : Nilesh Patelrules of bill gates in gujarati, rules of bill gates, nilesh patidar,

Love of Mother


Tags : Nilesh Patel, love of mother, Knowledge, beautiful think of the world, nilesh patidar,

Knowledge - Nilesh Patel




Tags : Nilesh Patel, Knowledge, general Knowledgebeautiful think of the world, nilesh patel, nilesh patidar,

Before Marriage and After Marriage



Tags : Nilesh Patel, before marriage, after marriage, love marriage, nilesh patel, nilesh patidar,

Thursday, October 24, 2013

Sardar Patel Yuva Patidar's Longest Bike and Cars Relly

જય સરદાર પાટીદાર મિત્રો ,

સરદાર પટેલ જન્મજયંતી ના દિવસે ભારત ના ઈતિહાસ ની સૌથી મોટી પાટીદાર બાઈક તથા ગાડી રેલી

હવે માત્ર ગણતરી ના જ દિવસ રહ્યા છે પાટીદાર તરીકે મર્દાના ઓળખ 
ધરાવતા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ની ૩૧ ઓક્ટોમ્બર 2013 સરદાર પટેલ જન્મજયંતી ના દિવસે ભારત ના ઈતિહાસ ની સૌથી મોટી પાટીદાર બાઈક તથા ગાડી રેલી માં હાજર રહેવા વિનતી. સમય આપનો છે અને આપનો જ રહેવાનો છે.

આમ તો ગર્લફ્રેન્ડ અને મિત્રો ના જન્મદિવસ યાદ રાખીએ અને સેલીબ્રેટ કરીએ છીએ. પરંતુ પાટીદાર ના માનીતા પુત્ર અને અખંડ ભારત ના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતી ના દિવસે પોતાનો સમય મહેસાણા થી ઊંઝા સુધી ની ભારત ના ઈતિહાસ ની સૌથી મોટી બાઈક અને ગાડી રેલી માં જોડવો અને ઈતિહાસ માં સુવર્ણ અક્ષરે નામ લખાય અને પાટીદાર તરીકે ની મર્દાના ઓળખ ઉભી કરીએ.


સરદાર પટેલ સેવાદળ (પાટીદાર સરદાર સેના) દ્વારા ૩૧ઓક્ટોમ્બર સરદાર પટેલ જન્મજયંતી ના દિવસ ની કાર્યક્રમ ની રૂપરેખા:-


સવાર ૭ વાગ્યે તમામ સક્રિય સભ્યોએ કાર્યાલય પર હાજર રહેવું ત્યાંથી મહેસાણા જવા રવાના થવાનું છે તથા સાંજે ૫ વાગ્યે સરદાર પટેલ ની પ્રતિમા કે.બી.શાહ ચોક વિરમગામ હાજર રહેવું જ્યાં સરદાર પટેલ ની પ્રતિમા ને સ્વાગત આયોજન રાખેલ છે.


પાટીદાર મિત્રો સમાજ ની રક્ષા જ વિકાસ છે .જય સરદાર જય ઉમા જય ખોડલ
 

સરદાર પટેલ સેવાદળ ગુજરાત પ્રદેશ.
(પાટીદાર સરદાર સેના)

Tags : Nilesh Patel, sardar patel yuva botter, sardar patel yuva patidar samaj, patidar samaj, patel samaj,nilesh patel, nilesh patidar,

Wednesday, October 16, 2013

Gujarati Funny Qoutes

કોઇની ધડકનના અમે દિવાના બની ગયા પ્રેમના આસુથી અમે ભીંજાઇ ગયા, કોઇને કદર કયાં છે અમારી, અમે તો બસ તેમની વાટ જોતા સુકાઇ ગયા. 

જો પાંચ મીનીટની સ્માઇલ એક ફોટો સારો બનાવી શકતી હોય તો પછી જો આપણે હમેંશા હસતાં રહીએ તો જીંદગી કેટલી સુંદર થઇ જાય 

પૈસાની દૂનિયામાં બે પ્રકારના લોકો હોય છે એક જે કમાય છે તે અને બીજા જે ખર્ચ કરે છે. જેમને પતિ અને પત્ની કહેવામાં આવે છે 

જો છોકરીઓ બોર્ડની એક્ઝામમાં ફેઇલ થાય તો તેમના લગ્ન થઇ જાય અને છોકરો ફેઇલ થાય તો સીધો ગેરેજમાં 

દરેક વ્યક્તિએ લગ્ન કરવા જોઇએ કારણ કે, જીવનમાં માત્ર ખુશીઓ જ મહત્વની નથી હોતી 

પોડાશીને પ્રેમ કરવો સારો....પણ કોઇ તમને પકડી ન લે નહીં ત્યાં સુધી જ 

સુંદર વસ્તુઓ હમેંશા સારી નથી હોતી પરંતુ સારી વસ્તુઓ હમેંશા સુંદર હોય છે 

દરેક વ્યક્તિને સ્વર્ગમાં જવાની ઇચ્છાં છે પણ મરવાં કોઇ માંગતુ નથી 

 એક સાચા નિર્ણયથી આપણો આત્મવિશ્વાસ બમણો થાય અને એક ખોટા નિર્ણયથી આપણને બમણો અનુભવ મળે. તેથી બન્ને કેસમાં ચિંતિત થવાની જરૂર નથી


 પ્રશ્ન ક્યારેયપણ મુર્ખતાભર્યો નથી હોતો લોકો મુર્ખ હોય છે

 વિશ્વને સારા માણસો નહીં પણ સારી માણસાઇ જોઇએ છે

 જીવન કેમેરા જેવું છે, તમે જે મેળવવા માગો છો તેના પર ફોકસ કરો તો તમે સારું કેપ્ચર કરી શકો છો

 તમારું વ્યક્તિત્વ કેવું છે એ ત્યાં સુધી ખબર ના પડે જ્યાં સુધી તમારો રૂમ ચોખ્ખો હોય

 સારી વ્યક્તિએ એક કલ્પના જેવું છે, લોકો તેના વીશે વાતો ઘણી કરે છે પરંતુ તે જોવા મળતી નથી

 મોંઘવારીને ચરબી જેટલી વધે તેટલી ખરાબ

 સૌથી સારી લાગણીએ છે જેનું વર્ણન કરવા માટે શબ્દો ન જડે

 દિમાગ અને દિલમાં એટલો જ તફાવત છે જેટલો ઇનબોક્સ અને ફોનબુકમાં, ફોનબુકમાં હજારો મળે છે, પરંતુ ઇનબોક્સમાં માત્ર પોતાના જ હોય છે

 પુરુષને મહાત કરવા સ્ત્રી પાસે બે વિશેષતા છે, એક રડી શકે છે અને બીજી એ ધારે ત્યારે રડી શકે છે

 બુદ્ધી હડતાળ પર ઉતરે છે ત્યારે જીભ ઓવર ટાઇમ કરે છે

 2 ગેટ અને 2 ગિવ ઘણી સમસ્યાઓને જન્મ આપે છે, પરંતુ તેને ડબલ કરી દેવામાં આવે, એટલે કે, 4 ગેટ અને 4 ગિવ તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવી દેશે

 સારી બાબતો જિદંગીના માર્ગ પર આવી જ રહી છે, બસ તમે ચાલવાનું ચાલું રાખો

 પ્રાર્થના ઇશ્વરનો મોબાઇલ નંબર છે, ડાયલ કરતાં રહો ક્યારેક તો તમારો ફોન ઉપડશે જ

 જિંદગી ઘણી કપરી છે પરંતુ છે ઘણી સુંદર

 જિંદગી જીવવાની બે રીત છે કાં તો કોઇ એક ખૂણે રડી લેવું અથવા તો વિશ્વના તમામ ખૂણે લડી લેવું

 જો તમે બે લોકોને એક જ સમયે પ્રેમ કરતા હોવ તો તમારે બીજી વ્યક્તિને પસંદ કરવી જોઇએ કારણ કે, જો તમે પ્રથમ વ્યક્તિને ખરી રીતે પ્રેમ કરતા હોત તો તમે બીજી વ્યક્તિના પ્રેમમાં ક્યારેયપણ ન પડ્યાં હોત

 જો તમે કોઇ યોગ્ય વ્યક્તિની શોધમાં વ્યસ્ત છો, તો તમે એક એવી અયોગ્ય વ્યક્તિને ગુમાવી દેશો કે જે તમારા જીવનને યોગ્યરીતે ખુશીઓથી ભરી દેશે

પુરુષને પરાજિત કરવો હોય તો તેના અહમને પંપાળો અને સ્ત્રીને પરાજિત કરવી હોય તો તેની પ્રશંસા કરો 

જો કોઇ છોકરાને ઇર્ષા થાય તો તેઓ સામાન્ય વ્યવહાર કરે પરંતુ જો કોઇ છોકરીને ઇર્ષા થાય તો સમજવું કે વર્લ્ડ વોર થ્રી થશે 

જીવનમાં આપને હમેશા જીત જ જોઈતી હોય છે, પણ ફૂલવાળાની જ જગ્યા એવી છે જ્યા જઈ આપણે હાર માંગીએ છીએ. 

આપણે એક એવી સોસાયટીમાં રહીએ છીએ જ્યાં પીઝા પોલીસ કરતા એક કલાક વહેલાં પહોંચે છે 

જ્યારે તમને કોઇ કહે કે 'ગેટ આઉટ' એનો અર્થ એ સમજવો કે દલીલમાં તમે વિજયી થયા છો 

 જીવનની ઓકવર્ડ પળ એ છે જ્યારે તમને ખબર જ છે કે તમે ખોટા છો છતાં તમે દલીલ કરવાનું ચાલું રાખો 

ખોટા હોય અને ભુલ સ્વિકારે તેઓને પ્રામાણિક કહેવાય, શંકામાં હોય અને ભુલ સ્વિકારે તેઓને શાણા કહેવાય, પણ સાચા હોય અને ભુલ સ્વિકારે તેઓને પતિ કહેવા... 

જે લોકો તમને પસંદ નથી કરતા તેની સામે હંમેશા ખુશ રહો કારણ કે, તમારી ખુશી એ વ્યક્તિઓને ખતમ કરી નાંખશે 

Tags : Nilesh Patel, gujarati funny quotes, funny quotes, famous gujarti quotes, gujarati quotes, nilesh patel seo