Showing posts with label what is love ?. Show all posts
Showing posts with label what is love ?. Show all posts

Tuesday, March 25, 2014

ઉમર અનુસાર છોકરાઓનો પ્રેમ

  મિત્રો મારા એક ફ્રેન્ડે મને ઈમેલથી પ્રેમ વિષે એક સરસ મજાની પોસ્ટ મોકલાવી છે. 
મને...તો એ ખુબજ ગમી, એટલે થયું કે તમારી જોડે પણ શેર કરું.  ♥

  ઉમર અનુસાર છોકરાઓનો પ્રેમ અને તે પ્રેમ પરની છોકરીઓની નાજુક ભાવના 

૭ વર્ષની છોકરી : પ્રેમ એટલે હું રોજ એના દફતરમાંથી છુપીને ચોકલેટ કાઢી લઉં છું, છતાય એ રોજ
દફતરના તેજ ખાનામાં ચોકલેટ રાખે છે.

૧૨ વર્ષની છોકરી : પ્રેમ એટલે લેસન કરતી વખતે, પેન્સિલ આપતી વેળા તેને મારા હાથના ટેરવાઓને કરલો સ્પર્શ.

૧૫ વર્ષની છોકરી : પ્રેમ એટલે એક દિવસ હંમે બંનેએ મળીને સ્કુલમાં ના જવાનો નિર્ણય લીધો હતો. પણ જયારે પકડાઈ ગયા ત્યારે બધો ગુનો પોતાના માથે લઈને એણે એકલાએ ભોગવેલી સજા.

૧૮ વર્ષની છોકરી : પ્રેમ એટલે સ્કુલના સેન્ડ-ઓફ કાર્યક્રમમાં એને જોરથી કરેલી જપી અને ખારા આંસુઓ પીતા પીતા ફરી પાછા મળવાની કરેલી મીઠી અપેક્ષા.

૨૧ વર્ષની છોકરી : પ્રેમ એટલે મારી કોલેજની પીકનીક જ્યાં ગઈ હતી એ જગ્યાએ પોતાની કોલેજમાંથી ગુટલી મારીને મને આપેલી સપ્રાઈઝ ભેટ.

૨૬ વર્ષની છોકરી : પ્રેમ એટલે ગોઠણ પર બેસીને હાથમાં ગુલાબનું ફૂલ લઈને તેને લગ્ન માટે કરેલો પ્રસ્તાવ.

૩૫ વર્ષની સ્ત્રી : પ્રેમ એટલે હું બહુ થાકી ગઈ છું, એ જોઇને તેને પેલી વાર કરેલી રસોઈ.

૫૦ વર્ષની સ્ત્રી : પ્રેમ એટલે બીમારીને લીધે બહુ દિવસથી બેડમાં હોવા છતાં, મને હસાવવા માટે કરેલો વિનોદ.

૬૦ વર્ષ ની સ્ત્રી : પ્રેમ એટલે તેને છેલ્લો શ્વાસ લેતી વખતે, આવતા જનમમાં ચોક્કસ પાછા મળવાનું
દીધેલ વચન. 

Saturday, September 21, 2013

what is love ?

સતત બોલ્યા કરે તે મૈત્રી અને ચુપ રહે તે પ્રેમ,

મિલન કરાવે તે મૈત્રી અને જુદા ઇ સતાવે તે પ્રેમ,

મન મલકાવે મૈત્રી અને હ્ર્દય ધબકાવે તે પ્રેમ,

હાથ પકડીને ચાલવુ તે મૈત્રી અને આંખોમાં નીરખ્યા કરવુ તે પ્રેમ,

મિત્રોમાં વહેંચવાની લાગણી મૈત્રી, દિલમાં છુપાવવાની પ્રેમ,

મન મલકાવે તે મૈત્રી, હૈયુ ધડકાવે પ્રેમ,

છતાંય લોકો કેમ મૈત્રી છોડી કરે છે પ્રેમ.......
 એકાદ એવી યાદ તો છોડી જવી હતી

છૂટ્ટા પડ્યાની વાતને ભૂલી જવી હતી

વહેતા પવનની જેમ બધું લઈ ગયાં તમે


થોડીઘણી સુગંધ તો મૂકી જવી હતી...
Tags : Nilesh Patel, Kadva Patidar Samaj, Patel Samaj, Nilesh Patidar, Patidar Samaj,