Monday, May 05, 2014

મૃત્યુ બાદ કેટલા દિવસે જીવ પહોંચે છે યમલોક? શું થાય છે રસ્તામાં ?

મૃત્યુ એક સનાતન સત્ય છે. હિન્દુ ધર્મમાં મૃત્યુ પછી સ્વર્ગ-નરકની માન્યતા પણ છે. પુરાણ અનુસાર જે માણસ સારું કર્મ કરે છે, તેના પ્રાણ હરનાર દેવદૂત આવે છે અને તેને સ્વર્ગ જાય છે. જે માણસ જીવનભર ખરાબ કામમાં કરતા રહે છે, તેના પ્રાણ હરનારા યમદૂત આવે છે અને તેને નરકમાં લઈ જાય છે, પણ તેના પહેલા તે જીવાત્માના યમલોક લઈ જાય છે, જ્યાં યમરાજ તેના પાપના આધારે તેને સજા આપે છે.

મૃત્યુ પછી જીવાત્મા યમલોક સુધી કઈ રીતે જાય છે, તેનું વિસ્તૃત વર્ણન ગરૂડ પુરાણમાં જણાવાયું છે. ગરુડ પુરાણમાં એ પણ જણાવાયું છે કે કઈ રીતે માણસના પ્રાણ નિકાળે છે અને કઈ રીતે તે પ્રાણ પિંડદાન પ્રેતના રૂપમાં પ્રાપ્ત કરે છે.

- ગરૂડપુરાણ અનુસાર જે માણસનું મૃત્યુ થવાનું હોય છે, ત્યારે બોલવાની ઈચ્છા હોવા છતાં પણ બોલી શકતા નથી. અંત સમયમાં દિવ્યદ્રષ્ટિ ઉત્પન્ન થાય છે અને તે સંપૂર્ણ સંસારને એક રૂપ સમજવા લાગે છે. તેની બધી ઈન્દ્રીઓ નષ્ટ થઈ જાય છે અને તે જડ અવસ્થા હોય છે એટલેકે હલનચલન માટે વ્યક્તિ અસમર્થ હોય છે. ત્યાર પછી તેના મુખમાં ફીણા નીકળવા લાગે છે અને લાળ ટપકવા લાગે છે. પાપી પુરુષના પ્રાણ નીચેના માર્ગથી નીકળે છે.
- તે સમયે બે યમદૂત આવે છે, તે મોટા ભયાનક તથા ક્રોધીનેત્રોવાળા તથા પાશદંડને ધારણ કરનાર નગ્ન અવસ્થામાં આવે છે. તે પોતાના દાંત કકડાવે છે.
- યમદૂત કાગડા જેવા કાલા વાળ હોય છે, તેના મુખ આડાઅવળા હોય છે, નખ જ તેના શસ્ત્ર હોય છે. આવા યમદૂતોને જોઈને પ્રાણી ભયભીત થઈને મળમૂત્ર ત્યાગ કરવા લાગે છે. તે સમયે શરીર માંથી અંગૂઠા જેવડો જીવ હા..હા... શબ્દ કરતા નીકળે છે, જેને યમદૂત પકડી લે છે.

- યમરાજના દૂત તેને ભોગવાળા શરીરને પકડીને ગાળીયો ગળામાં બાંધે છે, તે ક્ષણ યમલોકમાં લઈ જાય છે. જે રીતે રાજાના સૈનિક દંડપાત્ર પ્રાણીને પકડીને લઈ જાય છે. તે રીતે પાપી જીવાત્માને રસ્તામાં થાકવાથી પણ યમરાજના દૂત ભયભીત કરે છે અને તેને નરકના દૂઃખને વારંવાર સંભળાવે છે. યમદૂતની એવી ભયાનક વાતો સાંભળી પાપાત્મા જોરજોરથી રડવા લાગે છે, પરંતુ યમદૂત તેના પર દયા ખાતા નથી.
- ત્યાર પછી તે અંગૂઠા જેવડો જીવ યમદૂતોથી ડરે છે, કૂતરાઓ તેને કરડવાથી દુઃખી થાય છે અને પોતાના પાપને યાદ કરે છે.

- અગ્નિની જેમ ગરમ હવા તથા ગરમ વાળ પર તે જીવ ચાલી નથી શકતો અને તે ભૂખ-તરસથી પણ વ્યાકુળ થઈ જાય છે. ત્યારે યમદૂત તેની પીઠ પર ચાબુક મારતા તેને આગળ લઈ જાય છે. તે જીવ પડતો આખડતો બેહોશ થતો ચાલે છે અને પછી ઉઠીને ચાલવા લાગે છે. આ પ્રકારના યમદૂત તે પાપીને અંધારઘેર્યા માર્ગથી યમલોક લઈ જાય છે.

- ગુરુડ પુરાણ અનુસાર યમલોક 99  હજાર યોજન (વૈદિક કાળની હિન્દુ લંબાઈ માપનનું પરિમાણ છે. એક યોજન બરાબર ચાર કોસ એટલે કે 13-16 કિ.મી.) છે. ત્યાં પાપી જીવને બે, ત્રણ મુહૂર્તમાં લઈ જાય છે, ત્યાર પછી યમદૂત તેના ભયાનક નરક યાતના આપે છે. તેનાથી તે જીવાત્મા યમ તથા યમની યાતના જોઈને થોડીવારમાં યમરાજની આજ્ઞાથી યમદૂત દ્વારા આકાશમાર્ગથી ફરી પોતાના ઘરને આવે છે.


- ઘરમાં આવીને તે જીવાત્મા આપના શરીરમાં ફરી પ્રવેશ કરવાની ઈચ્છા કરે છે પરંતુ યમદૂતના પાશ બંધનથી તે મુક્ત ન થઈ શકે અને ભૂખ-તરસના કારણે રડે છે. પુત્ર વગેરે જે પિંડ અને અંત સમયમાં દાન કરે છે, તેનાથી પણ પ્રાણીને તૃપ્તિ થતી નથી કારણ કે પાપીને દાન, શ્રદ્ધાંજલી દ્વારા તૃપ્તિ મળતી નથી, આ પ્રકારે ભૂખ-તરસથી યુક્ત થઈને તે જીવ યમલોકમાં જાય છે.

- ત્યાર પછી જે પરમાત્માના પુત્ર વગેરે પિંડદાન નથી આપતા તો તે પ્રેત રૂપ થઈ જાય છે અને લાંબા સમય સુધી નિર્જન વનમાં દુઃખી થઈને ફરતા રહે છે. એટલો સમય પસાર થયા પછી પણ કર્મને ભોગવવું જ પડે છે કારણ કે પ્રાણી નરક યાતના ભોગ વગર માણસનું શરીર પ્રાપ્ત થતું નથી.

- ગરૂડ પુરાણ અનુસાર માણસનું મૃત્યુ પછી 10 દિવસ સુધી પિંડદાન જરૂર કરવું જોઈએ. તે પિંડદાનને દરરોજ ચાર ભાગ થઈ જાય છે. તેમાં બે ભાગ તો પંચમહાભૂત દેહને પુષ્ટિ આપનાર હોય છે, ત્રીજો ભાગ યમદૂતને થાય છે તથા ચોથો ભાગ પ્રેત ખાય છે. નવમા દિવસે પિંડદાન કરવાથી પ્રેતનું શરીર બને છે, દસમા દિવસે પિંડદાનથી તે શરીરને ચાલવાની શક્તિ પ્રાપ્ત થાય છે.


- ગરૂડપુરાણ અનુસાર શવને અગ્નિમાં વિલિન કર્યા પછી પિંડથી હાથ બરાબરનું શરીર ઉત્પન્ન થાય છે. ત્યાં યમલોકના માર્ગથી શુભ-અશુભ ફળને ભોગવે છે. પહેલા દિવસે પિંડદાનથી મૂર્ધા (માથુ), બીજા દિવસથી ગર્દન અને ખંભા, ત્રીજા દિવસથી હૃદય, ચોથા દિવસનું પીડથી પીઠ, પાંચમા દિવસથી નાભિ, છઠ્ઠા અને સાતમા દિવસથી કમર અને નીચેના ભાગ, આઠમા દિવસથી પગ, નવમા અને દસમા દિવસથી ભૂખ-તરસ વગેરે ઉત્પન્ન થાય છે. એવા પિંડ શરીરને ધારણ કરી ભૂખ-તસથી વ્યાકુળ પ્રેત આત્મા અગાય અને બારમા દિવસનું ભોજન કરે છે.

- યમદૂત દ્વારા તેરમા દિવસે પ્રેતને વાંદરાની જેમ પકડીને લઈ જાય છે. ત્યાર પછી તે પ્રેત ભૂખ-તરસથી તરફડી યમલોકમાં એકલા જ જાય છે. યમલોક સુધી પહોંચવાનો રસ્તો વૈતરણી નદીને છોડીને છ્યાંસી હજાર યમલોક પહોંચે છે.

- આ પ્રકારે માર્ગમાં સોળહજાર પુરિઓને પાર કરી પાપી જીવ યમપુરિમાં યમરાજાના ઘરે જાય છે. આ સોળ પુરિઓના નામ આ પ્રકારે છે – સોમ્ય, સૌરિપુરિ, નગેન્દ્રભવન, ગંધર્વ, શૈલાગમ, ક્રોચ, ક્રૂરપુર, વિચિત્રભવન, બાહ્યાપાદ, દુઃખદ, નાનાક્રંદપુર, સુતપ્તભવન, રોદ્ર, પયોવર્ષણ, શીતઢ્ય, બહુભીતિ. આ સોળ પુરિઓને પાર કર્યા પછી આગળ યમરાજપુરિમાં આવે છે.

Thursday, May 01, 2014

જાણી લો...શા માટે ઉજવાય છે 1લી મે ગુજરાત રાજ્ય સ્થાપના દિન ?

1લી મે 1960માં સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવે છે.મુંબઈ રાજ્યમાંથી છુટા પડેલા મહારાષ્ટ્ર અને ગુજરાતનો ઈતિહાસ અલગ સંદેશો જણાવે છે. કેમ કરવુંપડ્યું ગુજરાત રાજ્ય માટે મહાગુજરાત આંદોલન તેની માહિતી આ પ્રમાણે છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતી ભાષા બોલતા પ્રદેશોને મહાગુજરાત રાજ્ય તરીકે જાહેર કરવા માટે જ મહાગુજરાત ચળવળ શરુ થઈ હતી. આ ચળવળ હકીકતમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ જ શરુ કરી હતી. અને ત્યારબાદ ટુંક જ સમયમાં આ ચળવળ મહાગુજરાત આંદોલનમાં ફેરવાઈ. મુંબઈ સ્ટેટમાંથી ગુજરાત અને મહારાષ્ટ્રની રચના કેમ થઈ અને મહાગુજરાત ચળવળના મુખ્ય હિરો હતા ઈન્દુલાલ યાજ્ઞિક.. 1956માં ઈન્દુલાલ યાજ્ઞિકે અગલ ગુજરાતની ચળવળને વેગ આપ્યો હતો.


વધુમાં દેશને અંગ્રેજોના રાજમાંથી મુક્ત કરાવી અને દેશવાસીઓને સ્વાતંત્ર્ય અપાવવામાં ગુજરાતની મહત્વની ભૂમિકા છે. જો કે અહી વાત ગુજરાતના દેશની આઝાદીના યોગદાન અંગેની નહી. પરંતુ દેશપ્રેમી, વિકાસશીલ ગુજરાત રાજ્યની રચના અને તેના અનોખા ઈતિહાસની છે. દેશ આખામાંથી ભાષાવાર રાજ્યો રચવાની ભલામણ થઈ રહી હતી. જો કે, મુંબઈ રાજ્યનું વિભાજન કરાયું નહોતું. તેની પાછળ ગુજરાત અને મુંબઈના આર્થિક હિત છુપાયેલુ હતુ. તે સમયે ઘણા રાષ્ટ્રીય નેતાઓ મુંબઈના બે ભાગલા પડે તેવું ઈચ્છતા હતા. જો કે તે માટે પ્રજા તૈયાર નહોતી.. અને પછી મહાગુજરાતની ચળવળ શરુ થઈ.1960માં મુંબઈ રાજ્યનું વિભાજન થયું જેમાં એક રાજ્ય મહારાષ્ટ્ર અને બીજુ રાજ્ય ગુજરાત બન્યું.


નોંધનીય છે કે સદીઓથી ગુજરાતની ભૌગોલિક રીતે અને સાંસ્કૃતિક રીતે એક ઓળખ હતી. સાંસ્કૃતિક બાબતોમાં મુખ્ય ત્વે ભાષા, સાહિત્યનો વારસો, પોતીકો ખોરાક, પહેરવેશ રહેણી કરણી, રીત રિવાજો જેને ગુજારતની ઓળખ કહી શકાય તેવી રહી છે. મહાગુજરાતની ચળવળ પાછળનો મુખ્ય આશય ભાષા ઉપર આધારીત પ્રાંતની રચના કરવાનો રહ્યોં છે. દ્વિભાષી રાજ્ય મુંબઈના પ્રસ્તાવના વિરુદ્ધમાં મહાગુજરાત ચળવળની જરુરીયાત ઊભી થઈ હતી. જે પ્રકારે ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણી એકમેક થઈને થાય છે તેવી જરીતે મહાગુજરાત ચળવળ શરુ કરાઈ હતી. પ્રત્યેક ગુજરાતી જાતી અને ધર્મથી પર થઈને એક ગુજરાતીના રુપમાં ચળવળમાં ભાગ લીધો હતો. સ્વતંત્ર્યતા બાદ ભારતમાં વિવિધ ભાષાની જનતાની અસ્મિતા બનાવી રાખવા માટે ભાષા અનુરુપ રાજ્યો સ્થાપના કરાય તેવો વિચાર રજૂ કરાયો હતો.


8 ઓગસ્ટનો એ દિવસ ગુજરાત માટે કાળો દિવસ સાબિત થયો. જેના વિરોધમાં હજારો વિદ્યાર્થિઓ ભદ્રની કોંગ્રેસ ઓફિસે એકત્રિત થયા. અને વિરોધ પ્રદર્શન કર્યા. આ વિરોધ વચ્ચે કોંગ્રેસ ઓફિસ પર ગોળીબાર થયો.. જેમાં 7થી 8 વિદ્યાર્થી શહિદ થયા. 8 અને 9 ઓગસ્ટે જોરદાર રમખાણ થયા તથા સરકારી સંપત્તિઓમાં તોડફોડ કરાઈ. હરીહર ખંભોળજા, હરીપ્રસાદ વ્યાસ અને પ્રબોધ રાવલે ખુલ્લી જીપમાં પ્રવાસ કરી વિદ્યાર્થીઓને શાંત રહેવા અપીલ કરી. આ રમખાણોમાં 12 લોકો શહીદ થયા જ્યારે 80 લોકો ઘાયલ થયા. શાહપુરમાં સરકાર વિરોધી પ્રદર્શન થયા 10 ઓગસ્ટે 5 લોકો પોલીસની ગોળીનો શિકાર થયા અને 45 લોકો ઘાયલ થયા. અને આ ચળવળે વેગ પકડી અમદાવાદથી નડિયાદ, પારડી, સુરત રાજકોટ, અમરેલી, બાવળા, ભૂજ, આણંદ , પાલનપુર સહિત રાજ્યભરમાં જંગ શરુ થઈ. અંતે કેન્દ્ર સરકારે 27 ઓગસ્ટ 1957માં લોકસભામાં દ્વિભાષી મુંબઈ રાજ્યમાંથી ગુજરાતને અલગ રાજ્ય નિર્માણનો પ્રસ્તાવ મુક્યો. લોકસભામાં પ્રસ્તાવ પારિત કરાયો. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસને બહુમતી હતી. જેથી જીવરાજમહેતાને મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય કરાયો.


જ્યારે લોકસભાએ ગુજારતના પ્રસ્તાવની મંજૂરી આપી દીધી ત્યારે વિસનગરમાં મહાગુજરાત પરિષદની આખરી બેઠક થઈ અને તેને ભંગ કરી દેવાઈ. 1960માં મુંબઈના દ્વિભાષી રાજ્યમાંથી ગુજરાતને અલગ કરી એક નવા રાજ્યના સ્થાપના રવિશંકર મહારાજના હસ્તે થઈ હતી. સ્થાપના બાદ ગુજરાતે મોટાભાગના ક્ષેત્રે પ્રગતિ અને વિકાસ કર્યો. આજે દેશભરમાં ગુજરાતનું નામ અને યોગદાન છે. ગુજરાતીઓનું ખમીર અને કઠોર પરિશ્રમ અને યોગદાન દુનિયાભરમાં વખણાય છે.