Sunday, April 13, 2014

Full Name Of Famous Company In The World

1.  SAP : જર્મનીની એન્ટરપ્રાઇઝ સોફટવેર કંપની બિઝનેસ ઓપેરેશન અને કસ્ટમર રિલેશન મેનેજ કરે છે. SAPનુ આખું નામ સિસ્ટમ એનાલિસીસ એન્ડ પ્રોગ્રામ ડેવલપમેન્ટ - System Analysis and Program Development છે.

2.  DHL : આ કંપનીનું નામ ડીએચએસ ત્રણ એન્ટરપ્રિન્યોરશીપ Adrian Dalsey, Larry Hillblom અને Robert Lynn એ કંપનીની સ્થાપના કરી હતી. ત્રણેયના છેલ્લાં નામ પરથી કંપનીનું નામ બનાવામાં આવ્યું હતું.  Adrian Dalsey, Larry Hillblom, Robert Lynn

3.  IBM : આ કંપનીનું આખું નામ ઇન્ટરનેશનલ બિઝનેસ મશીનસ કોર્પોરેશન (International Business Machine Corporation) છે. મલ્ટીનેશનલ ટેકનોલોજી અને કન્સલટીંગ કોર્પોરેશન છે. આ કંપનીની સ્થાપના 1911મા થઇ હતી અને તેનું હેડક્વાર્ટર અમેરિકામાં છે.

4.  WIPRO : ભારતની સૌથી પ્રખ્યાત ઇન્ફોર્મેશન ટેકનોલોજી ફર્મ વિપ્રોના નામથી જગવિખ્યાત છે. WIPROના ટૂંકા નામથી ઓળખાતી કંપનીનું આખું નામ વેસ્ટર્ન ઇન્ડિયા પ્રોડક્ટસ લિમિટેડ (Western India Products Limited).

5. TLC : આ સ્પેશ્યાલિટી કેબલ ચેનલ TLCનું નામ ધ લર્નિંગ ચેનલ (The Learning Channel) છે. આ કંપની ડિસ્કવરી ચેનલ, એનિમલ પ્લાનેટ અને ધ સાયન્સ ચેનલ સહિત અન્ય લર્નિંગ થીમ નેટવર્કને ઓપરેટ કરે છે.

6. FIAT : ફિઆટનું આખું નામ ફેબ્રિકા ઇટાલિયન ઓટોમોબિલ ટોરિનો (Fabbrica Italiana Automobili Torino) છે. તેનો અર્થ ટયૂરિનની ઇટાલિયન ઓટોમોબાઇલ ફેકટરી થાય. આ કંપનીની સ્થાપના ઇટાલીમાં 1899મા થઇ હતી.

7. HMV : બ્રિટિશ ગ્લોબલ એન્ટરટેઇનમેન્ટ રિટેલ ચેન HMVનું આખું નામ ઇઝ માસ્ટર્સ વોઇસ (His Master's Voice) છે. આ કંપની હોંગકોંગ અને સિંગાપોરથી ઓપરેટ થાય છે. કંપની લંડન સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ છે.

8. TCS : ઇન્ડિયાની મોસ્ટ વેલ્યુએબલ કંપની ટીસીએસનું આખું નામ ટાટા કન્સલટન્સી સર્વિસીસ લિમિટેડ (Tata Consultancy Services) છે. આ કંપની મલ્ટીનેશનલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, સર્વિસીસ, બિઝનેસ સોલ્યુશન્સ અને આઉટસોર્સિંગ સર્વિસીસનું કામ કરે છે.

9. Amul : ગુજરાતના નાનકડા ટાઉન આણંદમાં કો-ઓપરેટિવ અમૂલનો દુનિયાભરમાં ડંકો વાગે છે. તે AMULનું નામ આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ (Anand Milk Union Limited) છે. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન મોટાપાયે ડેરી પ્રોડક્ટની નિકાસ કરે છે. અમૂલનું 2011-2012મા વાર્ષિક ટર્નઓવર 2.5 અબજ ડોલર હતું.

10. IKEA : સ્વીડનની આ કંપની એસેમ્બલ ફર્નિચરની ડિઝાઇન અને વેચાણ માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે. IKEAના કેપિટલ ચાર લેટરનો મતલબ Ingvar Kamprad Elmtaryd Agunnaryd થાય છે. તેમાં સૌપ્રથમ નામ Ingvar આઇકિયા સ્ટોરની સ્થાપના કરનારનું છે. Kનો મતલબ Kamprad, જે આઇકિયા સ્ટોરનું લાસ્ટ નામ છે. Eનો મતલબ Elmtaryd, જે આઇકિયાના સ્થાપકનું એક ફાર્મ છે. જ્યારે A નો મતલબ Agunnaryd, જે સ્થાપકના બાળપણના ગામનું નામ છે.

11. HTC : તાઇવાનની સ્માર્ટફોન અને ટેબલેટ બનાવતી કંપની એચટીસી છે. જે દુનિયાભરમાં પ્રખ્યાત છે. HTCનું આખું નામ હાઇ ટેક કોમ્પ્યુટર કોર્પોરેશન (Hi-Tech Computer Corporation) થાય છે. કંપની દુનિયાનો સૌપ્રથમ ટચ અને વાયરલેસ હેન્ડહેલ્ડ ડિવાઇડ 1998મા બનાવ્યું હતું.

12. JBL : ભારતમાં આ કંપનીનો બ્રાન્ડ એમ્બેસેડર એઆર રહેમાન છે. જેબીએલની પ્રોડક્ટ્સ માટે ભારતના સંગીત પ્રેમીઓ તેના શોખીન છે. આ કંપનીના સંસ્થાપક James Bullough Lansing. તેમના ટૂંકા નામ પરથી કંપનીનું નામ JBL પડ્યું છે.

13. 3M : અમેરિકાની એક મલ્ટીનેશનલ કંપનીનું નામ 3M છે. મિનેસોટા માઇનિંગ એન્ડ મેન્યુફેકચરિંગ (Minnesota Mining and Manufacturing) એટલે કે કંપનીના નામના પ્રથમ એમ પરથી નામનું ટૂંકું નામ એટલે 3M પડ્યું.

14. AT&T : અમેરિકાની આ મલ્ટીનેશનલ ટેલિકોમ્યુનિકેશન કંપની છે. આ કંપનીનું આખું નામ અમેરિકન ટેલિફોન એન્ડ ટેલિગ્રાફ (American Telephone and Telegraph) કંપની છે. આ કંપની બ્રોડબેન્ડ અને સબક્રિપ્શન ટેલિવિઝન સર્વિસીસ પૂરી પાડે છે.

15. H&M : દુનિયાભરમાં સ્ત્રી-પુરુષ, ટીનેજર્સ, અને બાળકો માટે ફાસ્ટ ફેશન ક્લોથિંગ બ્રાન્ડ માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે. આ સ્વિડિશ કંપનીનું નામ Hennes & Mauritz છે.

16. ING Group : આઇએનજી ગ્રૂપ બેન્કિંગ, એસેટ મેનેજમેન્ટ, અને ઇન્શયોરન્સ સર્વિસીસનું કામ કરે છે. આઇએનજીનું આખું નામ ઇન્ટરનેશનલ નેધરલેન્ડ ગ્રૂપ (International Netherlands Group) છે.

17. BMW : જર્મનીની ઓટોમોબાઇલ કંપની બીએમડબલ્યું નું આખું નામ Bayerische Motoren Werke છે. આ કંપની મોટરસાઇકલ અને એન્જિન મેન્યુફેકચરિંગ કરતી કંપની છે. તેની સ્થાપના 1917મા થઇ હતી.

18. KFC : દુનિયાની સૌથી મોટી ફ્રાયડ ચિકનની ફાસ્ટ ફૂડ રેસ્ટોરાં ચેઇન ધરાવતી કેએફસીનું આખું નામ Kentucky Fried Chicken છે. કેએફસી દુનિયાભારમાં પ્રખ્યાત છે. તેના 105 દેશમાં 17000 આઉટલેટ છે.

19. BPL : બીપીએલનું આખું નામ બ્રિટિશ ફિઝિકલ લેબોરેટરીઝ (British Physical Laboratories) થાય છે. ઇન્ડિયાની ઇલેક્ટ્રોનિક્સ કંપની કન્ઝયુમર એપ્લાયન્સ, હોમ એન્ટરટેઇનમેન્ટ પ્રોડક્ટ્સ અને હેલ્થ કેર ડિવાઇસની વસ્તુઓ બનાવે છે. આ કંપનીની સ્થાપના 1963મા થઇ હતી.

20. BASF : દુનિયાભરમાં કેમિકલ ક્ષેત્રે ડાઇવર્સિફાઇડ થયેલી માત્ર આ એક કંપની છે. કંપની અલગ-અલગ ઇન્ડસ્ટ્રીઝમાં ઘણી બધી પ્રોડક્ટ્સ ઓફર કરે છે. 200 દેશોમાં તેના ગ્રાહકો છે. BASFનું આખું નામ Baden Aniline and Soda Factory છે.

21. BHEL : નવી દિલ્હીની ડિઝાઇન, એન્જિનિયરિંગ, મેન્યુફેકચર, કંસ્ટ્રકશન, ટેસ્ટિંગ, કમિશનિંગ, અને સર્વિસીસ સહતિ ઘણા ક્ષેત્રની પ્રોડક્સટ અને સર્વિસ આપતી કંપની ભારતીય ઇકોનોમીને ઘણી મદદરૂપ થાય છે. આ કંપનીનું આખું નામ Bharat Heavy Electricals Limited છે.

22. BPL : ઘણા લોકો મજાકમાં બીપીએલને 'બાપના પૈસા લહેર' એવું કહેતા હોય છે. પરંતુ તેનું ખરેખરમાં સાચું નામ બ્રિટિશ ફિઝિકલ લેબોરેટરીસ (British Physical Laboratories) કહેવાય છે. આ કંપનીની સ્થાપના 1963માં થઇ હતી.

23. BEML : ભારતની જાહેરક્ષેત્રની કંપનીનું નામ ભારત અર્થ મુવર્સ લિમિટેડ (Bharat Earth Movers Limited) છે. કંપનીનું હેડક્વાર્ટર બેંગ્લુરૂમાં આવેલું છે. આ કંપની ભારે વાહનો બનાવે છે. તેમના વાહનોનો ઉપયોગ ટ્રાન્સપોર્ટ અને માઇનિંગ માટે થાય છે.

24. BHEL : દિલ્હીની આ કંપની કોર સેકટર જેવાં કે ડિઝાઇન, એન્જિનિયરિંગ, મેન્યુફેકચર, કન્સ્ટ્રકશન, ટેસ્ટિંગ, કમિશનિંગ અને સર્વિસીસ પ્રોડક્ટ માટે કામ કરે છે. આ કંપનીનું નામ Bharat Heavy Electricals Limited.

25. ICICI બેન્ક : ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી કંપની ICICI બેન્કનું હેડક્વાર્ટર મુંબઇમાં આવેલું છે. તે બેન્કિંગ પ્રોડક્ટ્સ અને ફાઇનાન્સિયલ સર્વિસીસ પૂરી પાડે છે. આ બેન્કનું પૂરું નામ Industrial Credit and Investment Corporation of India Bank છે.

26. HDFC : ભારતની સૌથી મોટી મોર્ગેજ કંપની એચડીએફસી સ્થાપના 1977માં થઇ હતી. આ બેન્કનું આખું નામ Housing Development Finance Corporation Limited છે.

27. ESPN : રમતગમત માટે વૈશ્વિક ટેલિવિઝન નેટવર્ક ધરાવતી કંપનીનું નામ Entertainment and Sports Programming Network છે.

28. HSBC : મલ્ટીનેશનલ બેન્કિંગ અને ફઆઇનાન્સિયલ સર્વિસીસનું કામ કરતી આ બેન્ક દુનિયાભરમાં તેની શાખાઓ ધરાવે છે. છેલ્લાં કેટલાંય સમયથી કાળા નાણાંના મુદ્દે સતત ચર્ચામાં છે. આ બેન્કનું આખું નામ Hongkong and Shanghai Banking Corporation છે.

29. HCL : વૈશ્વિક ટેકનોલોજી અને આઇટી એન્ટરપ્રાઇઝ કંપનીનું હેડક્વાર્ટર ભારતમાં આવેલું છે. આ કંપનીનું ફોકસ મુખ્યત્વે આઇટી હાર્ડવેર પર જ છે. HCLનું આખું નામ Hindustan Computer Limited છે.

30. L&T : ભારતમાં આવેલી આ મલ્ટીનેશનલ કોર્પોરેશનનું હેડક્વાર્ટર મુંબઇમાં આવેલું છે. આ કંપની ટેકનોલોજી, એન્જિનિયરિંગ, કન્સ્ટ્રકશન અને મેન્યુફેકચરિંગ ગુડઝના વેપારમાં જોતરાયેલી છે. આ કંપનીનું આખું નામ Larsen & Toubro છે.

31. LEGO : લીગો ગ્રૂપના સ્થાપના 1932મા થઇ હતી. આ કંપની રમકડાની સાથે બાળકો માટે અનુભવે શૈક્ષણિક મટીરિયલ પણ બનાવે છે. તેનું આખું નામ  ‘Leg Godt’ છે, તેનો મતલબ પ્લે થાય છે.

32. MRF : ભારતની અગ્રણી ટાયર ઉત્પાદક કંપનીનું આખું નામ Madras Rubber Factory છે. જે MRF તરીકે સૌથી વધુ પ્રખ્યાત છે.

33. CEAT : મુંબઇની ટાયર બનાવતી કંપની CEATનું આખું નામ Cavi Elettrici e Affini Torino છે.

34. HMT : HMTનું આખું નામ Hindustan Machine Tools છે. કંપની ઘડિયાળ, ટ્રેકટર, પ્રિન્ટિંગ મશીનરી અને પ્લાસ્ટિક પ્રોસેસિંગની મશીનરી પણ બનાવે છે.

35. INTEL : દુનિયાની સૌથી મોટી ચીપ બનાવતી કંપની ઇન્ટેલનું આખું નામ Integrated Electronics છે. આ કંપની મધરબોર્ડ ચીપેસ્ટસ, નેટવર્ક ઇન્ટરફેસ કંટ્રોલર્સ અને ઇન્ટીગ્રેટેડ સર્કિટ, ફ્લેશ મેમોરી, ગ્રાફિક ચિપ્સ સહિત ઘણી પ્રોડ્કટસ બનાવે છે.

36. CAT : CAT તરીકે ઓળખાતી આ કંપનીનું આખું નામ Caterpillar Inc છે. આ કંપની ડિઝાઇનિંગ, માર્કેટિંગ અને સેલિંગ મશીનરીની સાથો સાથ કંપની ફાઇનાન્સિયલ પ્રોડક્ટસ અને ઇન્શયોરન્સનું પણ વૈશ્વિક સ્તરે કામ કરે છે.

37. ITC : ભારતની જાહેરક્ષેત્રની કંપનીનું આખું નામ India Tobacco Company છે. આ કંપની એફએમસીજી માર્કેટ્સમાં, હોટલ, પેપરબોર્ડ્સ, પેકેજીંગ, એગ્રી બિઝનેસ, અને આઇટી સાથે પણ સંકળાયેલી છે.


38. CNN : દુનિયાના 212 દેશમાં તેના દર્શકો છે. 1980ની સાલમાં આ નેટવર્કને લૉન્ચ કરાયું હતું. Cable News Network

39. NASA : નાસા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (National Aeronautics and Space Administration) તરીકે જાણીતું છે. અમેરિકન સરકારની એજન્સી સ્પે પ્રોગ્રામ, એરોનોટિક્સ એન્ડ એરોસ્પેસ રિસર્ચ માટે કામ કરે છે.

40. HP : ઇન્ફોર્મેશન ટેકનોલોજી કોર્પોરેશની સૌથી પ્રખ્યાત કંપની એચપીનું નામ Hewlett-Packard છે. આ કંપની ટેકનોલોજી, સોફ્ટવેર, સોલ્યુશન્સ અને સર્વિસીસ આપવાનું કામ કરે છે.

41. GE : આ કંપનીનું આખું નામ જનરલ ઇલેક્ટ્રીક (Journal Electric) કંપની છે. આ કંપની એનર્જી, ટેકનોલોજી ઇન્ફ્રાસ્ટ્રકચર, કેપિટલ ફાઇનાન્સ, કન્ઝયુમર એન્ડ ઇન્ડસ્ટ્રીયલ સેગમેન્ટમાં પણ કામ કરે છે.

42 P&G : મલ્ટીનેશનલ કન્ઝયુમર ગુડઝ કંપની P&Gનું આખું નામ પ્રોકટર એન્ડ ગેમ્બલ (Procter and Gamble) છે. આ કંપની હેઠળ 20થી પણ બ્રાન્ડ કાર્યરત છે. 2011ની સાલના રિપોર્ટ પ્રમાણે આ કંપનીએ વાર્ષિક ચોખ્ખું વેચાણ એક અબજ ડોલરથી પણ વધુ કર્યું હતું.

Thursday, April 03, 2014

જીવન જીવવાની જડીબુટ્ટી શ્રીરામ અને રામાયણ

રામાયણમાં સમગ્ર પરિવારમાં ત્યાગ કરવાની હરિફાઈ થતી જોવા મળે છે ઃ કૈકેયી પ્રત્યેનો રામનો માતૃપ્રેમ જુઓ; રામ પ્રત્યેનો લક્ષ્મણનો ભાતૃપ્રેમ જુઓ

'રામ' - અક્ષર બે, શબ્દ એક પણ એના અર્થ અનેક. બાવન અક્ષર બહારની બાબત  પણ છે - છતાં સૌ સાથે તેમનું સગપણ છે. રામને સમજવા બહુ સહેલા છે પણ સમજાવવા બહુ અઘરા છે. શિવ-પાર્વતી રામકથા સાંભળે છે ત્યારે ખુદ જગતજનની મા આદ્યશક્તિ મા સતીને પણ શંકા થાય છે કે શું આ સામાન્ય માણસ ખુદ બ્રહ્મ છે? આ માટે સતી ખુદ સીતા બન્યાં. પારખું કરવા ગયાં ને પકડાઈ ગયાં. પછી શું થયું એ આખું જગત જાણે છે. એટલે જ કહ્યું છે કે ઃ-

એક રામ દશરથકા બેટા,
એક રામ ઘટ ઘટમેં લેટા;એક રામ હૈ જગતપસારા,એક રામ હૈ સબસે ન્યારા.

રામ કરતાં યે રામનું નામ મહાન છે. વાલિયો લૂંટારો રામને બદલે 'મરા... મરા' બોલીને મહાન વાલ્મિકી ઋષિ બની ગયા અને આપણને સમગ્ર વિશ્વનું ઉત્તમ મહાકાવ્ય રામાયણ મળી ગયું એ આનું ઉત્તમ ઉદાહરણ છે.

રામ + આયણ. આયણ એટલે રહેઠાણ. ગતિ. રામનું સુંદર રહેઠાણ એટલે રામાયણ અને આત્માની ગતિ રામ તરફ થાય એનું  નામ પણ રામાયણ. ભારતીય સંસ્કૃતિની ધરોહર અને આધારશિલા એટલે રામાયણ અને મહાભારત. બન્ને દિવ્ય મહાકાવ્યના પહેલા અક્ષર લો એટલે 'રામ' - બને. એકમાં રામ છે. બીજામાં શ્રીકૃષ્ણ છે. રામ માટે સત્ય એ જ પ્રેમ છે અને શ્રીકૃષ્ણ માટે પ્રેમ એ જ સત્ય છે. રામ કરુણાનિધાન છે એટલે સત્ય, પ્રેમ અને કરુણાએ ત્રિવેણી સંગમ રચાય છે - જેમાં ભારતીય સંસ્કૃતિના સંસ્કાર ઉજાગર થાય છે. ભારતનાં આ બે મહાકાવ્યોમાંથી રામ અને કૃષ્ણ કાઢી લો એટલે શું બચે?

માણસે જીવનમાં શું શું કરવું જોઈએ એ રામાયણ શીખવે છે. યોગી બનવા કરતાં ઉપયોગી બનો એવું પાદુકાની પૂજા કરનાર ભાઈ ભરત શીખવે છે. મહત્ત્વના થવું સારું નથી પણ સારા થવું એ મહત્ત્વનું છે એ ભાઈ લક્ષ્મણ શીખવુ છે. કોઈનું ભલું ન થાય એની ચિંતા કરવા કરતાં કોઈનું બૂરું કરવું નહિ એ ભાઈ શત્રુઘ્ન કહી જાય છે. સ્ત્રી માટે પતિ જ પરમેશ્વર છે એવું સીતાજીનું જીવન છે. લક્ષ્મણજી વનમાં હોવા છતાં જીવનમાં પરિવાર કલ્યાણ મંત્રનું પાલન કરનાર ઊર્મિલાનું પતિસુખનું બલિદાન કૌશલ્યા માટે વરદાન બની જાય છે. વનવાસ દરમિયાન રામ-સીતાના દાંપત્યજીવન થકી વન ઉપવન બને છે. જીવન ધન્ય બને છે.


સીતાજીમાં ગંગાની પવિત્રતા છે, ભરતજીમાં યમુનાજીની વિશાળતા છે અને ઊર્મિલામાં મા સરસ્વતીજીના સંસ્કારનાં દર્શન અદ્ભુત રમ્ય ત્રિવેણી સંગમ રચી જાય છે. એક એક પાત્રમાં ખુદ્દારી, ખુમારી અને ખાનદાનીની ઝલક દેખાય છે. હનુમાનજી વિશે તો શું કહેવું? એ તો આખેઆખી નવધા ભક્તિનું હાલતું, ચાલતું, જીવતું, જાગતું જાણે ભવ્ય મંદિર ના હોય? કોણ સાચું છે એ નહિ પણ શું સાચું છે? એ વિભીષણ જગતને શીખવી જાય છે.

યોગ ઃ કર્મસુ કૌશલમ્ - કુશળતાપૂર્વક કરેલું કાર્ય એ યોગ જ છે  એના પ્રતિનિધિ રામસેતુ બાંધનારા નલ અને નીલ છે. જર, જમીન અને જોરૃ - ત્રણેય કજિયાનાં છોરુ એ કહેવત વાલિ અને સુગ્રીવ થકી સાબિત થતી જોવા મળે છે. તો ઝાઝા હાથ રળિયામણા, સંપ ત્યાં જંપ જેવી કહેવતો આખી વાનરસેના અમલમાં મૂકી બતાવે છે. કેવટ ગૃહ એક નાવિક શ્રદ્ધાથી પર્વત પણ ચળે છે એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. નાવિક પ્રેમ એટલે આચરણમાં મૂકેલી શ્રદ્ધાનું પ્રતીક છે. કહ્યું છે કે

કર્મ જો તેરે અચ્છે હૈ તો તકદીર તેરી દાસી હૈ;દિલ જો તેરા અચ્છા હૈ તો ઘરમેં મથુરાકાશી હૈ.વાસ્તવિક જીવનમાં બધાં સગાં વહાલાં નથી હોતાં અને બધાં વહાલાં સગાં નથી હોતાં - એ જોવા મળતું નગ્ન સત્ય આપણને કૈકેયીમાં પ્રતીત થાય છે. પરપુરુષના પ્રેમમાં પડવાથી કેવી હાલત થાય છે એ શૂપર્ણખાના હાલ જોયા પછી ય સમજાવવું પડે ખરું? પરસ્ત્રી ઉપર દાનત બગાડનાર રાવણે આખેઆખી સોનાની લંકા પોતાની નજર સામે સળગતી જોઈ એટલું જ નહિ બધું જ બરબાદ થઈ ગયું એ કામાંધ માણસ શાનમાં સમજી જાય તો સારું એવો બોધ આપે છે. તો ઈન્દ્રાસન લેવા ગયેલા કુંભકર્ણને નિદ્રાસન મળ્યું તે સત્તાભૂખ્યા માણસનું હૂબહૂ પ્રતીક છે. હવે તો ચેતો!

માતા પિતાની આજ્ઞાા આગળ એક રામ એકવચની બની અયોધ્યાનું રાજ છોડી જંગલની વાટ પકડે છે ત્યારે શું થાય છે? રામનું વચન એક છે, રામબાણ એક છે, પત્ની એક છે, માબાપની આજ્ઞાા એમની ટેક છે, રામના ઈરાદા નેક છે, વલ્કલ એમનો ભેખ છે, દેશ એવો વેશ છે, દિલના એ નેક છે એટલે જ સ્તો તેમના ભક્તો અનેક છે. હનુમાનજીને શ્રીરામ ભાઈ ભરત જેટલો પ્રેમ આપી બિરદાવે છે

ઃ તુમ મમ પ્રિય ભરત સમ ભાઈ, સુગ્રીવને એ વાલિથી મુક્તિ અપાવે છે, નાવિકને એ પોતાના ચરણ ધોવા દે છે, લક્ષ્મણને પ્રેમ આપે છે, ભરતને પાદુકા આપે છે, અહલ્યાને શાપમાંથી મુક્ત કરી નવજીવન બક્ષે છે, શરણાગત વિભીષણને એ લંકાનું રાજ આપે છે, શબરીનાં એઠાં બોર ચાખી આખી દુનિયાને ભક્તિની શક્તિનો પરચો આપે છે, કૈકેયીને ક્ષમા આપે છે, મારીચને મોક્ષ આપે છે. રામ બધાને આપે છે, કોઈની પાસેથી કશું લેતા નથી. ભક્તનું હૃદય એ ભગવાનનું દીવાનખાનું છે એટલે તો હનુમાનજી છાતી ચીરે છે ત્યારે સાક્ષાત્ સીતારામ પ્રગટે છે. આ ભક્તિ જ માનવજીવનનું રસાયણ છે, જીવનની નોળવેલ છે, જીવવાની જડીબુટ્ટી છે અને આ જ ભક્તિ જીવનશક્તિ છે.


રામાયણમાં સમગ્ર પરિવારમાં ત્યાગ કરવાની હરિફાઈ થતી જોવા મળે છે. સાચા અર્થમાં અહીં ઈશાવાસ્ય ઉપનિષદનો મંત્ર ત્યેન ત્યક્તેન ભુંજિયા - સાર્થક થતો જોવા મળે છે. ભગવદ્ ગીતાની અનાસક્તિ રામાયણની શોભામાં વધારો કરે છે. વનવાસમાં મોકલ્યા છતાં કૈકેયી પ્રત્યેનો રામનો માતૃપ્રેમ જુઓ; રામ પ્રત્યેનો લક્ષ્મણનો ભાતૃપ્રેમ જુઓ, ભરતની રામ પ્રત્યેની પાદુકાભક્તિનો અનુરાગ જુઓ, ઊર્મિલા લક્ષ્મણના વિયોગમાં ઝૂરતી નથી, પરિવારનો ઉપયોગ એ યોગની કક્ષાએ કદી ભોગનો ત્યાગ આપી શોકને તિલાંજલિ આપી સાસુમાની સગી માની જેમ સેવા કરી ભારતીય નારીને હિમાલયની ઊંચાઈએ પહોંચાડી નારી તું નારાયણીનો દાખલો પૂરો પાડે છે. જ્યાં દુઃખ વહેંચવાની હરિફાઈ ચાલતી હોય છે ત્યાં ખુદ વિધાતાએ સુખની લ્હાણી કરવા નીકળવું પડે છે. આજનો માણસ સુખી થવા હાટુ દુઃખી થાય છે એવા માહોલમાં રામાયણના પરિવારની નજરે જુઓ તો સુખી સુખી થઈ જાય. રામાયણમાં એટલે જ તુલસીદાસ કહે છે

દૈહિક દૈવિક ભૌતિક તાપા;રામરાજ નહિ કાહુહિ વ્થાપા. નિયતિ કોઈને છોડતી નથી. ખુદ ભગવાનને પણ. શ્રીકૃષ્ણ ભગવાનનો જન્મ જેલમાં થયો અને મહેલમાં ગયા. રામનો જન્મ મહેલમાં થયો અને જંગલમાં ગયા. વિધિની વક્રતા તો જુઓ - રાજગાદીના બદલામાં વનમાં રઝળપાટ, પુત્રોના વિયોગમાં પિતાશ્રી દશરથનું મરણ, સીતાજીનું હરણ, રાવણ સાથે યુદ્ધ, લક્ષ્મણની મૂર્છા, સગર્ભા અવસ્થામાં ખુદની પત્નીનો ત્યાગ, સીતાજીની અગ્નિપરીક્ષા, પોતાના જ પુત્રો લવ-કુશ સાથે યુદ્ધની નોબત, સીતાજીનું પોતાની નજર સામે જ ધરતીમાં સમાઈ જવું, જીવનની સંધ્યાએ ખુદ પોતાની જ જળસમાધિ - આટલાં આટલાં દુઃખોના ઢગલા ઉપર બેસીને પણ શ્રીરામ અડગ રહ્યા છે, ધીરજની પણ ધીરજ ખૂટી જાય તેવું ધૈર્ય રાખી દુઃખોનો સામનો કર્યો છે જ્યારે આજે તો આપણા ઘરમાં પાંચ મિનિટ લાઈટ જતી રહે તોય ભરશિયાળે પરસેવો છૂટવા લાગે છે. ખરેખર સાચું કહ્યું છે કે ઃધીરજ, ધર્મ, મિત્ર અરુ નારિઆપતકાલ પરખહિ ચારિ.

આદર્શ રામરાજ એટલે તો હજારો વર્ષ થયાં છતાં આજેય વખણાય છે. સુખી થવું છે? જો હા તો રામ પાસે જાવ. રામાયણના શરણે જાવ. જીવનમાં રામ જ આરામ આપી શકે છે. બે માણસ સામસામા પહેલીવાર મળશે તો બોલશે રામ રામ. પવિત્ર લગ્ન સંબંધ વખતે બે વેવાઈ મળશે તો બોલશે રામ રામ.  ભક્તિમાં રામ છે, શ્રદ્ધામાં રામ છે, ભજનમાં રામ છે, માણસ છેલ્લી વિદાય લે ત્યારે પણ... રામ બોલો ભાઈ રામ... રામનામ સત્ય હૈ.
સીયરામ મય સબ જગ જાની કરઉ પ્રણામ જોરિ જુગ પાનીજય સીયારામ

ભગવાન શ્રી રામચંદ્રનો વિગતવાર પરિચય

 

નામ શ્રી રામચંદ્રજી દશરથજી
માતાનું નામ 
  સુ. શ્રી કૌશલ્યા
પિતાનું નામ  ઃ  શ્રી દશરથજી અજજી
જન્મ સ્થળ ઃ અયોધ્યા, ( અવધ) ઉત્તરપ્રદેશ, આર્યાવર્ત (ભારત)
જન્મ ઃ ચૈત્ર સુદ નોમ, બપોરના ૧૨-૦૦ વસંત ઋતુ
નક્ષત્ર-લગ્ન મુહૂર્ત ઃ પુનર્વસુ નક્ષત્ર, કર્ક લગ્ન, અભિજીત મુહૂર્ત
ભાઈઓ ઃ ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્ન
બહેન- બનેવી ઃ શાન્તા, ઋષ્ય શૃંગમુનિ
સાસુજી- શ્વસુરજી ઃ સુ શ્રી સુનયના, વિદેહી જનક રાજા
ધર્મપત્ની ઃ સુ. શ્રી જનક તનયા વૈદેહી સીતાજી
પુત્રો ઃ લવ અને કુશ
વંશ- કુળ- ગોત્ર ઃ સૂર્યવંશ, રઘુવંશ, રઘુકુળ, ઇક્ષ્વાકુ કુળ, કશ્યપ ગોત્ર
ગુરુ ઃ વશિષ્ટ, વિશ્વામિત્ર
ઇષ્ટ દેવતા ઃ શિવજી (શંભુ ભોળાનાથ)
પ્રિય મંત્ર ઃ ગાયત્રી મંત્ર
પ્રિય ભક્ત ઃ શ્રી હનુમાનજી
પ્રિયમિત્ર ઃ સુગ્રીવ, ગુહ કેવટ, નલ, નીલ, જામ્બવાન, અંગદ, જટાયુ
પ્રિય શરણાગત ઃ વિભિષણ (શરણાગતનો રાજ્યાભિષેક અદ્વિતીય ઘટના)
ઘનુષ્ય ઃ વૈષ્ણવી અને કોદંડ
તલવાર ઃ નંદન
ગદા ઃ મોદકી અને શિખરી
બાણ ઃ બ્રહ્મદત્ત ભાથામાંથી નીકળ્યા પછી લક્ષ સિદ્ધ કરીને જ પાછું ફરે
વિશેષ ગુણ ઃ આજાન બાહુ, અભય ક્ષમા, ધીરજ, પવિત્રતા અક્રોધ
પ્રિય કર્તવ્ય ઃ આજ્ઞાાપાલન, ફરજપાલન,સમયપાલન, વચન પાલન
પ્રસિદ્ધ સદ્ગુણો ઃ એક વચન, એક પત્ની, આદર્શ જીવન, આદર્શ રામરાજ્ય
પ્રસિદ્ધ સંબોધન ઃ સીતાજી દ્વારા કરુણાનિઘાન અને આર્યપુત્ર
ભક્તવૃંદ ઃ શ્રી હનુમાનજી, વિભીષણ, ગુહ, કેવટ, શબરી
ઋષિદર્શન ઃ વશિષ્ટ, વિશ્વામિત્ર, વાલ્મીકિ, માતંગ, અત્રિ, અગસ્ત્ય, ભારદ્વાજ
નદીઓના દર્શન ઃ સરયુ, તમસા, ગંગા, ગોદાવરી, ગોમતી, મંદાકીની વેદશ્રુતિ, સ્યન્હિકા
પર્વત- સરોવર ઃ ચિત્રકૂટ, મૈનાક, પંપા સરોવર
કોનો વધ કર્યો ઃ તાડકા, મારીચ, વાલિ, ઇન્દ્રજીત, ખર, દુષણ, કુંભકર્ણ અને રાવણ
ઇષ્ટ આપત્તિ  ઃ ચૌદ વર્ષ વનવાસ, સીતાજીનું રાવણ દ્વારા હરણ
અવતારી પુરુષ ઃ વિષ્ણુ ભગવાનનો સાતમો અવતાર - ૧૬ કલા
રામનો મુદ્રાલેખ ઃ રઘુકુલ રીત સદા ચલી આઇ, પ્રાણ જાહું અરૃ વચન ન જાઈ
આગવી ઓળખ ઃ મર્યાદા પુરુષોત્તમ.


Wednesday, April 02, 2014

The name of all the organs of the human body

Head  -  શિર, માથું
Forehead  -  કપાળ
Eye  -  આંખ
Ear  -  કાન
Nose  -  નાક
Cheek  -  ગાલ
Mouth  -  મુખ, મોં
Chin  -  દાઢી
Neck  -  ગરદન
Shoulder  -  ખભો
Chest  -  છાતી
Breast  -  સ્ત્રીનું સ્તન
Arm  -  હાથ
Elbow - કોણી, કોણી ઘાટે વળેલો ભાગ
Umbilicus  -  નાભિ, દૂંટી
Forearm  -  બાવડું, કોણી અને કાંડા વચ્ચેનો ભાગ
Abdomen  -  પેટ, ઉદર, પેડુ
Wrist  -  કાંડું, હાથનું કાંડું
Hand  -  હાથ
Fingers  -  આંગળીઓ
Groin  -  જંઘામૂળ, જાંઘનો સાંધો, સાથળનું મૂળ
Penis (For Men)  -  શિશ્ન, લિંગ
Vagina (For women)  -  યોની, યોનિમાર્ગ
Thigh  -  જાંઘ
Knee  -  ઘૂંટણ
Caif    -
Leg    -   પગ
Ankle  - પગની ઘૂંટી
Foot  -  પગ
Toes  -  અંગૂઠો, પગનો અંગૂઠો