શાસ્ત્રો અનુસાર મનુષ્ય જીવન માટે કેટલાક જરૂરી નિયમ બનાવવામાં આવ્યા છે જેનું પાલન કરવું આપણા માટે અત્યંત જરૂરી અને સુખકારી માનવામાં આવે છે. મનુષ્ય જીવનમાં દરેક વ્યક્તિને અનિવાર્ય રૂપથી સોળ સંસ્કારોનું પાલન કરવું જોઈએ. આ સંસ્કાર વ્યક્તિના જન્મથી મૃત્યુ સુધી અલગ-અલગ સમય પર કરવામાં આવે છે.
પ્રાચીન કાળથી આ સોળ સંસ્કારોના નિર્વાહનની પરંપરા ચાલી આવે છે. દરેક સંસ્કારોનું પોતાનું અલગ મહત્વ છે. જે વ્યક્તિ દ્વારા આ સોળ સંસ્કારોનું નિર્વાહ નથી કરવામાં આવતું તેનું જીવન અધૂરું રહી જાય છે.
ગર્ભાધના સંસ્કાર – ગર્ભાધના તંદુરસ્ત બાળકો હોય માટે આ વિભાવના કર્મકાંડ છે. ભગવાન બ્રહ્મા કે પ્રજાપતિ આ વિધિ દ્વારા ખુશ થાય છે.
પુંસવન સંસ્કાર – ગર્ભસ્થ શિશુના બૌદ્ધિક અને માનસિક વિકાસ માટે આ સંસ્કાર કરવામાં આવે છે. પુંસવન સંસ્કારના મુખ્ય લાભ એ છે કે તેનાથી સ્વસ્થ, સુંદર ગુણવાન સંતાનની પ્રાપ્તિ થાય છે.
સીમન્તોન્નયન સંસ્કાર – આ સંસ્કાર ગર્ભના ચોથા, છઠ્ઠા અને આઠમા મહીનામાં કરવામાં આવે છે આ સમય ગર્ભમાં ઉછરી રહેલ બાળક શીખવા સક્ષમ થઈ જાય છએ. તેમાં સારા ગુણ, સ્વભાવ અને કર્મનું જ્ઞાન આવો, તેના માટે માં તે પ્રકારે આચાર-વિચાર, રહન-સહન અને વ્યવહાર કરે છે.
જાતકર્મ સંસ્કાર – બાળકના જન્મ થતા જ આ સંસ્કારને કરવાથી બાળકમાં ઘણા પ્રકારના દોષ દૂર થાય છે. તેની અંતર્ગત શિશુને મધ અને ઘી ચટાવવામાં આવે છે સાથે જ વૈદિક મંત્રોનું ઉચ્ચરણ કરવામાં આવે છે જેથી બાળક સ્વસ્થ્ય અને દીર્ઘાયું થાય છે.
નામકરણ સંસ્કાર – બાળકના જન્મ પછી 11મા દિવસે નામકરણ સંસ્કાર કરવામાં આવે છે. બ્રાહ્મણ દ્વારા જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બાળકના નામ નક્કી કરવામાં આવે છે. બાળકના જન્મની તિથિ પ્રમાણે તેનું નામ રાખવામાં આવે છે.
નિષ્ક્રમણ સંસ્કાર – નિષ્ક્રમણનો અર્થ છે ગર્ભમાંથી બાહર નિકળનાર બાળકના જન્મના ચોથા મહીને આ સંસ્કાર કરવામાં આવે છે. આપણા શરીર પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ જેને પંચભૂત કહેવામાં આવે છે, આ માટે પિતા આ દેવતાઓથી બાળકોના કલ્યાણની પ્રાર્થના કરે છે. સાથે જ કામના કરે છે કે બાળક દીર્ધાયું રહે અને સ્વસ્થ્ય રહે છે.
અન્નપ્રાશન સંસ્કાર – આ સંસ્કાર બાળકોના દાંત નિકળવાના સમયે એટલે 6-7 મહીને કરવામાં આવે છે. આ સંસ્કાર પછી બાળકને અન્ન ખવડાવવાની શરૂઆત થાય છે. જેથી બાળક અન્ન ખાતું થાય. આ સંસ્કારથી બાળકનું શારિરીક વિકાસ થાય છે.
મુંડન સંસ્કાર - જ્યારે બાળકની ઉમર એક વર્ષથી વધુ અથવા ત્રણ, પાંચમા કે સાતમાં વર્ષે તેના વાળ ઉતારવામાં આવે છે જેથી મુંડન સંસ્કાર કહેવામાં આવે છે. આ સંસ્કારથી બાળકનું માથુ મજબૂત થાય છે તથા બુદ્ધિ તેજ થાય છે. સાથે જ બાળકના વાળમાં ચોટેલા કિટાણુંનો નાશ થઈ જાય છે જેથી બાળકનું સ્વાસ્થ્ય લાભ પ્રાપ્ત થાય છે.
વિદ્યા આરંભ સંસ્કાર – આ સંસ્કારના માધ્યમથી બાળકને ઉચિત શિક્ષા આપવામાં આવે છે. બાળકને શિક્ષાના પ્રારંભિક સ્તરથી પરિચિત કરવામાં આવે છે. જેથી ભવિષ્યમાં બાળક હોશિયાર બની શકે અને દુનિયામાં નામના મેળવી શકે.
ઉપનયન કે યજ્ઞોપવિત સંસ્કાર – ઉપ એટલે પાસે અને નયન એટલે જાણવું ગુરુની પાસે લઈ જવાનો અર્થ એટલે ઉપનયન સંસ્કાર. આજે પણ આ પરંપરા છે. જનોઈ એટલે કે યજ્ઞોપવિતમાં ત્રણ સૂત્ર હોય છે. એ ત્રણેય દેવતા- બ્રહ્મા, વિષ્ણુ, મહેશના પ્રતિક છે. આ સંસ્કારથી બાળકને બળ, ઉર્જા અને તેજ પ્રાપ્ત થાય છે.
કેશાંત સંસ્કાર – કેશાંત સંસ્કાર અર્થ છે કેશ એટલે વાળનો અંત કરવો. વિદ્યા અધ્યયનથી પહેલા પણ કેશાંત કરવામાં આવે છે. માન્યતા છે ગર્ભથી બહાર આવ્યા પછી બાળકના માતા-પિતાના આપેળ બાળ જ રહે છે. તેને કાપવાથી શુદ્ધિ થઈ જાય છે. શિક્ષા પ્રાપ્તિના પહેલા શુદ્ધિ જરૂરી છે, જો કે મસ્તિષ્ક બરાબર દિશામાં કામ કરે છે. જુનામાં ગુરુકુળની શિક્ષા પ્રાપ્ત પછી કેશાંત સંસ્કાર કરવામાં આવતા હતા.
સમાવર્તન સંસ્કાર – સમાવર્તન સંસ્કાર અર્થ છે પાછું ફરવું. આશ્રમ એટલે કે ગુરુકુળથી શિક્ષા પ્રાપ્તિ પછી વ્યક્તિને ફરીથી સમાજમાં લાવવા માટે આ સંસ્કાર કરવામાં આવે છે. તેનો અર્થ છે બ્રહ્મચારી વ્યક્તિને સંસાર માટે મનોવિજ્ઞાનિક રૂપથી તૈયાર કરવા.
વિવાહ સંસ્કાર – આ ધર્મનું સાધન છે. વિવાહ સંસ્કાર સર્વાધિક મહત્વપૂર્ણ સંસ્કાર માનવામાં આવે છે. આ સંસ્કારથી સુવિદિત છે બધા. પણ આ સંસ્કાર એ માટે કરવામાં આવે છે કે તેથી પિતૃ મુક્તિ થાય છે.
અંત્યેષ્ટી સંસ્કાર – અંત્યેષ્ટિ સંસ્કાર એટલે અંતિમ સંસ્કાર. મૃત શરીરને અગ્નિ આપવામાં આવે છે. આજે પણ ઘરેથી અગ્નિ લઈ જઈ વ્યક્તિને અંતિમદાહ આપવામાં આવે છે. તેને પણ આપણા શાસ્ત્રોએ અંતિમ યજ્ઞ કહ્યો છે.
No comments:
Post a Comment