કોઇની ધડકનના અમે દિવાના બની ગયા પ્રેમના આસુથી અમે ભીંજાઇ ગયા, કોઇને કદર કયાં છે અમારી, અમે તો બસ તેમની વાટ જોતા સુકાઇ ગયા.
જો પાંચ મીનીટની સ્માઇલ એક ફોટો સારો બનાવી શકતી હોય તો પછી જો આપણે હમેંશા હસતાં રહીએ તો જીંદગી કેટલી સુંદર થઇ જાય
પૈસાની દૂનિયામાં બે પ્રકારના લોકો હોય છે એક જે કમાય છે તે અને બીજા જે ખર્ચ કરે છે. જેમને પતિ અને પત્ની કહેવામાં આવે છે
જો છોકરીઓ બોર્ડની એક્ઝામમાં ફેઇલ થાય તો તેમના લગ્ન થઇ જાય અને છોકરો ફેઇલ થાય તો સીધો ગેરેજમાં
દરેક વ્યક્તિએ લગ્ન કરવા જોઇએ કારણ કે, જીવનમાં માત્ર ખુશીઓ જ મહત્વની નથી હોતી
પોડાશીને પ્રેમ કરવો સારો....પણ કોઇ તમને પકડી ન લે નહીં ત્યાં સુધી જ
સુંદર વસ્તુઓ હમેંશા સારી નથી હોતી પરંતુ સારી વસ્તુઓ હમેંશા સુંદર હોય છે
દરેક વ્યક્તિને સ્વર્ગમાં જવાની ઇચ્છાં છે પણ મરવાં કોઇ માંગતુ નથી
એક સાચા નિર્ણયથી આપણો આત્મવિશ્વાસ બમણો થાય અને એક ખોટા નિર્ણયથી આપણને બમણો અનુભવ મળે. તેથી બન્ને કેસમાં ચિંતિત થવાની જરૂર નથી
પ્રશ્ન ક્યારેયપણ મુર્ખતાભર્યો નથી હોતો લોકો મુર્ખ હોય છે
વિશ્વને સારા માણસો નહીં પણ સારી માણસાઇ જોઇએ છે
જીવન કેમેરા જેવું છે, તમે જે મેળવવા માગો છો તેના પર ફોકસ કરો તો તમે સારું કેપ્ચર કરી શકો છો
તમારું વ્યક્તિત્વ કેવું છે એ ત્યાં સુધી ખબર ના પડે જ્યાં સુધી તમારો રૂમ ચોખ્ખો હોય
સારી વ્યક્તિએ એક કલ્પના જેવું છે, લોકો તેના વીશે વાતો ઘણી કરે છે પરંતુ તે જોવા મળતી નથી
મોંઘવારીને ચરબી જેટલી વધે તેટલી ખરાબ
સૌથી સારી લાગણીએ છે જેનું વર્ણન કરવા માટે શબ્દો ન જડે
દિમાગ અને દિલમાં એટલો જ તફાવત છે જેટલો ઇનબોક્સ અને ફોનબુકમાં, ફોનબુકમાં હજારો મળે છે, પરંતુ ઇનબોક્સમાં માત્ર પોતાના જ હોય છે
પુરુષને મહાત કરવા સ્ત્રી પાસે બે વિશેષતા છે, એક રડી શકે છે અને બીજી એ ધારે ત્યારે રડી શકે છે
બુદ્ધી હડતાળ પર ઉતરે છે ત્યારે જીભ ઓવર ટાઇમ કરે છે
2 ગેટ અને 2 ગિવ ઘણી સમસ્યાઓને જન્મ આપે છે, પરંતુ તેને ડબલ કરી દેવામાં આવે, એટલે કે, 4 ગેટ અને 4 ગિવ તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવી દેશે
સારી બાબતો જિદંગીના માર્ગ પર આવી જ રહી છે, બસ તમે ચાલવાનું ચાલું રાખો
પ્રાર્થના ઇશ્વરનો મોબાઇલ નંબર છે, ડાયલ કરતાં રહો ક્યારેક તો તમારો ફોન ઉપડશે જ
જિંદગી ઘણી કપરી છે પરંતુ છે ઘણી સુંદર
જિંદગી જીવવાની બે રીત છે કાં તો કોઇ એક ખૂણે રડી લેવું અથવા તો વિશ્વના તમામ ખૂણે લડી લેવું
જો તમે બે લોકોને એક જ સમયે પ્રેમ કરતા હોવ તો તમારે બીજી વ્યક્તિને પસંદ કરવી જોઇએ કારણ કે, જો તમે પ્રથમ વ્યક્તિને ખરી રીતે પ્રેમ કરતા હોત તો તમે બીજી વ્યક્તિના પ્રેમમાં ક્યારેયપણ ન પડ્યાં હોત
જો તમે કોઇ યોગ્ય વ્યક્તિની શોધમાં વ્યસ્ત છો, તો તમે એક એવી અયોગ્ય વ્યક્તિને ગુમાવી દેશો કે જે તમારા જીવનને યોગ્યરીતે ખુશીઓથી ભરી દેશે
પુરુષને પરાજિત કરવો હોય તો તેના અહમને પંપાળો અને સ્ત્રીને પરાજિત કરવી હોય તો તેની પ્રશંસા કરો
જો કોઇ છોકરાને ઇર્ષા થાય તો તેઓ સામાન્ય વ્યવહાર કરે પરંતુ જો કોઇ છોકરીને ઇર્ષા થાય તો સમજવું કે વર્લ્ડ વોર થ્રી થશે
જીવનમાં આપને હમેશા જીત જ જોઈતી હોય છે, પણ ફૂલવાળાની જ જગ્યા એવી છે જ્યા જઈ આપણે હાર માંગીએ છીએ.
આપણે એક એવી સોસાયટીમાં રહીએ છીએ જ્યાં પીઝા પોલીસ કરતા એક કલાક વહેલાં પહોંચે છે
જ્યારે તમને કોઇ કહે કે 'ગેટ આઉટ' એનો અર્થ એ સમજવો કે દલીલમાં તમે વિજયી થયા છો
જીવનની ઓકવર્ડ પળ એ છે જ્યારે તમને ખબર જ છે કે તમે ખોટા છો છતાં તમે દલીલ કરવાનું ચાલું રાખો
ખોટા હોય અને ભુલ સ્વિકારે તેઓને પ્રામાણિક કહેવાય, શંકામાં હોય અને ભુલ સ્વિકારે તેઓને શાણા કહેવાય, પણ સાચા હોય અને ભુલ સ્વિકારે તેઓને પતિ કહેવા...
જે લોકો તમને પસંદ નથી કરતા તેની સામે હંમેશા ખુશ રહો કારણ કે, તમારી ખુશી એ વ્યક્તિઓને ખતમ કરી નાંખશે
Tags : Nilesh Patel, gujarati funny quotes, funny quotes, famous gujarti quotes, gujarati quotes, nilesh patel seo